વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડમાં આજે સીટની સ્પેશ્યિલ કોર્ટે ઈમરાન શેરૂ અને ફારૂખ ઉર્ફ ભાણો એમ 2 આરોપીને દોષિત અને અન્ય 3ને નિર્દોષ જાહેર કર્યા હતા. 27 ફેબ્રુઆરી, 2002એ ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન પર હુમલો થયો હતો. બાદમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S6 કોચમાં આગ લગાડી હતી અને ટોળાએ 59 કારસેવકોને જીવતા સળગાવ્યા હતા.
સાબરમતી જેલની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. વર્ષ 2015થી 2016 દરમિયાન ઝડપાયેલા વધુ 5 આરોપી અંગે આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં 2 આરોપીઓને દોષિત અને 3ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે SITની ખાસ કોર્ટમાં જજ એચ.સી. વોરા સાબરમતી જેલમાં આ ચુકાદો સંભળાવ્યો હતો.
2002 Godhra train burning case: Two accused found guilty, three acquitted by special SIT court in Ahmedabad. #Gujarat pic.twitter.com/NzTImuaYAa
— ANI (@ANI) August 27, 2018
પાંચેય આરોપી વર્ષ 2002થી ફરાર હતા અને 2015-16માં આ પાંચેય આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમાં 2015માં હુસૈન સુલેમાનની મધ્યપ્રદેશના ઝાંબુઆથી ધરપકડ કરાઈ હતી. પાછળથી પકડાયેલા આરોપીઓની ગોધરા કાંડમાં ગુનાહિત ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું હતું. તમને જણાવી દઈએ કે સુરક્ષાના કારણોસર સાબરમતી જેલની અંદર સુરક્ષાના કારણોસર એક ખાસ કોર્ટ બનાવવામાં આવી છે. જેમાં આજે સુનાવણી હાથ ધરાશે.
વર્ષ 2002ના ગોધરાકાંડમાં સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આ ઘટના બની હતી. જેમાં 59 મુસાફરોને જીવતા સળગાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. અગાઉ 11 દોષિતોને સ્પે કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. પાછળથી 11 દોષિતોએ આ ઘટનાને હાઈકોર્ટમાં પડકારતા તેમની સજા આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી.