હિતેશ રાવલ, સાબરકાંઠા: સમગ્ર વિશ્વમાં કોરોના બીજી લહેરમાં લાખો લોકોના મોત થઈ ચૂક્યા છે. ઓક્સિજનની અછતના કારણે કેટલા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. હવે, સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે સજ્જ છે. ત્યારે સાબરકાંઠાના વડાલી વિસ્તારમાં પાટીદાર સમાજના લોકોએ એકરૂપ થઈ આગામી સમયમાં કોઈપણ મહામારી સામે મજબૂતાઈથી લડી શકાય તે માટે એકરૂપ બની અંદાજિત 25 કરોડથી વધારેની રકમ સાથે મેડિકલ કોલેજ સહિત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાનો નિર્ધાર કરે છે. જે સમગ્ર ગુજરાત માટે એક નવીન પહેલ છે.
છેલ્લા કેટલાક સમયથી વ્યક્તિ સંસ્થા કે સરકાર ઉપર દોષારોપણ કરવાની જગ્યાએ વડાલી વિસ્તારના પાટીદાર સંગઠનોએ આગામી સમયમાં કોઈપણ મહામારી સામે ટકી રહેવા વિચાર-મંથન કરી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવાના મામલે એક રૂપ થયા છે. જેના ભાગરૂપે આજે હિંમતનગર ખેડબ્રહ્મા હાઇવે ઉપર પાટીદાર સમાજ વાડી ખાતે જિલ્લાના એક સાથે પાંચ સમુદાયના લોકો એકતા થઈ આગામી સમયમાં આવનારી કોઈપણ મહામારી સામે મજબૂતથી લડવા માટે સંગઠિત બન્યા છે તેમજ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા ખભેથી ખભો મિલાવી એકરૂપ બનવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
આગામી સમયમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજ એ ચોક્કસ તો સમાજને ન રહેતાં સાબરકાંઠા જિલ્લાના તમામ સમાજ અને છેવાડાના વ્યકતિને લાભ આપવાના આશયથી બનાવવાની નેમ વ્યક્ત કરી છે ત્યારે એવું કહે છે કે આગામી સમયમાં સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બનનારી હોસ્પિટલ કેટલા લોકો માટે આશીર્વાદરૂપ બની રહે છે તે પણ મહત્વની બાબત છે.