- વિજયનગરના ભટેલા ગામેથી અજાણ્યું નવજાત શિશુ મળી આવ્યું
- બંધ મકાનના બાથરુમમાંથી પ્લાસ્ટિકના કેનમાંથી મળ્યું બાળક
- બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયું
સાબરકાંઠા માં માનવતા મરી પાળવાળી થઈ છે. ત્યારે ફરી એકવાર સાબરકાંઠાના વિજયનગરના ભટેલા ગામેથી અજાણ્યું નવજાત શિશુ મળી આવ્યું હતું. માલિકના બંધ મકાનની અંદર અજાણી વ્યક્તિ નવજાત બાળકને તરછોડ્યું હતું. તેમજ બંધ મકાનના બાથરુમમાંથી પ્લાસ્ટિકના કેનમાં બાળક રાખેલ હતું. શિયાળાની કડકડતી ઠંડીમાં બાળક ઠૂઠવાયુ હતું. આ દરમિયાન 108 ટીમને સ્થાનિકે જાણ કરતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ કરતા શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતી હાલતમાં નવજાત જણાયું હતું. તેમજ 108 ટીમે બાળકને સારવાર માટે ખસેડાયુ હતું. વિજયનગર સિવિલમાં સારવાર હેઠળ બાળકની વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાશે.
અનુસાર માહિતી મુજબ, સાબરકાંઠામાં બંધ મકાનની અંદરથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નવજાત શિશુ બંધ મકાનના બાથરુમમાં પ્લાસ્ટિકના કેનમાં રાખેલ હતું. સ્થાનિક દ્વારા આ બાબત સામે આવતા 108ની ટીમને જાણ કરી હતી. એમ્બ્યુલન્સના ડોક્ટરોએ બાળકને પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલમાં ખસેડયું હતું. તેમજ નવજાત શિશુ બંધ મકાનમાંથી મળી આવતા ફરી વખત એક વખત મા ની મમતા પર સવાલ ઉઠ્યા છે.
આજની માતાઓ આધુનિકતાની હોડમાં પોતાના સંતાનને તરછોડવા તૈયાર થઈ જાય છે. તેમજ કહેવાતી આધુનિક માતાને સંતાન ગુમાવવાનું દુઃખ થતું નથી. અને આથી જ પોતાના મોજશોખમાં ગર્ભવતી થયા બાદ માતાનું લેબલ ના લાગે માટે જન્મ થતાં જ બાળકને ત્યજી દે છે. આ દરમિયાન વધુ એક વખત માની મમતા શર્મશાર થઈ છે.
વિજયનગરના ભટેલા ગામેથી નવજાત શિશુ મળી આવતા કહેવાતી માતાના નામને લાંછન લાગ્યું છે. તેમજ વિજયનગરના ભટેલા ગામ પાસે એક મકાન લાંબા સમયથી બંધ છે. આ બંધ મકાનની અંદર અજાણી વ્યક્તિ નવજાત શિશુને તરછોડી ભાગી ગઈ હતી. જો કે એક સ્થાનિક દ્વારા બંધ મકાનની અંદરથી કોઈ અવાજ આવતા તપાસ કરી તો નવજાત શિશુ હોવાનું માલૂમ પડ્યું હતું. આ જાણ થતાં જ સ્થાનિકે તાત્કાલિક 108ની ટીમને જાણ કરતા મદદ માટે પહોંચી હતી. એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા બંધ મકાનના બાથરુમમાં પ્લાસ્ટિકના કેનમાં બાળક રાખેલ હતું. ત્યારે તેને બહાર કાઢવામાં આવ્યું. જો કે નવજાત શિશુની હાલત ખરાબ હોવાથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડાશે.
અહેવાલ : સંજય દીક્ષિત