હિતેશ રાવલ, સાબરકાંઠા
દિવસેને દિવસે ચોરી,લૂંટ અને છેતરપિંડીના બનાવો વધતાં જાય છે ત્યારે સાબરકાંઠામાં વધુ એક છેતરપિંડીનો બનાવ બન્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં યુવકને લગ્ન કરવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
બ્રાહ્મણ એપથી વોટસઅપ કોલીંગ તેમજ વિડિયો કોલથી છેતરપિંડી કરવામાં આવી હતી. આ કૃત્ય માટે વિદેશમાં રહેતા અનુજ વર્મા અને સંજના ગુપ્તાએ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
વોટસઅપ કોલીંગ તેમજ વિડિયો કોલથી યુવાનને લગ્ન બાબતે ફોસલાવી યુ.કે.માં રહેતા અનુજા શર્મા તેમજ સંજના ગુપ્તા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બંનેએ ભોગ બનનારને કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપી હતી.