ઇડર તાલુકાના નેત્રામલી ગામના બે માસૂમ બાળકો આશરે ૧૫ વર્ષની વય ધરાવતા પોતાના ગરેથી નિત્ય ક્રમ પ્રમાણે શાળાએ જવા દફતર લઈ નીકળેલા ૧ – ઠાકરડા ક્રિશ રમણભાઈ ૨ – દરજી હર્ષ શશીકાંત આબે માસૂમ બાળકો સાંજે શાળા છૂટતા પોતાના ઘરે પરત ન ફરતા પરિજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને પરિજનો પોતાના વ્હાલસોયા દિકરાઓ ગુમ થતા આભફાટયું હતું અને પરિવાર ચિંતામાં મુકાયો હતો અને નેત્રામલી ગ્રામજનો અને સરપંચ દ્વારા ઇડર પોલીસ સ્ટેશને પણ જાણ કરવામાં આવી હતી અને બન્ને બાળકોની શોધખોળ ચાલુ રખાઈ હતી ત્યારબાદ વહેલી મુંબઈથી દરજી હર્ષ ના ફોઈના ઘરે આબન્ને બાળકો પહોંચ્યા છે તેવા સમાચાર મળતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
હર્ષ દરજીના દાદાના જણાવ્યા અનુસાર વિગત એવીછે કે આ બન્ને બાળકો દરજી હર્ષ, ઠાકરડા ક્રિશ પોતાના ઘરેથી શાળાએ જવા નીકળેલ નેત્રામલી થી હિંમતનગર પચોચ્યાં હતા ત્યારબાદ હિંમતનગર થી અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશને પહોંચી લોકશક્તિ ટ્રેન દ્વારા મુંબઇ દહીંસર પહોંચ્યા હતા અને હર્ષ દરજીની ફોઈના ઘરે દહીંસર જતા રહ્યા હતા અને બન્ને બાળકો મુંબઈ હેમખેમ પોતાના સંબંધીના ઘરે છે તે જાણી બાળકોના પરિજનોમાં ખુશી છવાઈ હતી અને હર્ષ દરજીના ફુવા અને બેન આ બન્ને બાળકોને લઈ પોતાના વતન નેત્રામલી આવવા રવાના થયેલ છે.