- વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ રાજ્યકક્ષામંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયો
- આદિવાસી લોકોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે. – રાજ્યકક્ષામંત્રી
સાબરકાંઠા જિલ્લામાં ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત જનજાતિય ગૌરવ દિવસ ઉજવણી કરાઇ. તેમજ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન ( પીએમ- જનમન ) ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે જનજાતિય લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચુઅલ સંવાદ કાર્યક્રમ આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ, રાજ્યકક્ષામંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને વિજયનગર આર્ટસ કોલેજ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષામંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા કરતા આવ્યા છે. આજે ભગવાન બિરાસા મૂંડાની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. આદિવાસી યોદ્ધાઓએ દેશના દરેક ખૂણામાં આઝાદીની લડતમાં ભાગ લીધો હતો.અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી વિકાસના આગવા મોડલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું છે. વડાપ્રધાનએ આદિમ જુથોના લોકોના વિકાસ માટે પીએમ જનમન અભિયાન હાથ ધર્યુ છે.
માનવીની મુખ્ય જરૂરીયાત આરોગ્ય,શિક્ષણ,રોજગાર,આવાસ અને રસ્તા આદિવાસી લોકોને મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વન બંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, સમરસ છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ સ્કૂલ, સંકલિત ડેરી વિકાસ, જેવી મહત્વની યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ નાગરિકો લઇ રહ્યા છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શીશપાલ રાજપુતે જનજાતિય ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ ચેરમેનએ જણાવ્યું હતું કે યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. તંદુરસ્ત જીવનશૈલી માટે નિયમિત યોગ કરવા ખૂબ જરૂરી છે. યોગ તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ શારીરિક અને માનસિક વિકાસમાં પણ લાભદાયી છે. દરેક લોકો યોગ સાથે જોડાય તે માટે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલા બારાએ આદિવાસી ગૌરવ માટે ભગવાન બિરસા મુંડાના પ્રેરણાદાયી સંઘર્ષના ઉલ્લેખ સાથે પી એમ જનમન અભિયાન અંગે વિગતે વાત કરી હતી.
આ કાર્યકમ દરમિયાન જનજાતિય લાભાર્થીઓ સાથેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વર્ચુઅલ કાર્યક્રમને નિહાળ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી બાળાઓ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ તેમજ યોગ ટ્રેનર સાથે સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ , તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય,જિલ્લા કલેક્ટર ડૉ. રતન કંવર ગઢવી ચારણ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાયોજના વહીવટદાર, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, અગ્રણી લુકેશભાઈ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : સંજય દિક્ષિત