ઇડર શહેરના ક્રુષ્ણનગર પાસે આવેલ શિવમ સીટીમાં ગત રાત્રે ઘરફોડ ચોરી.ઇડરના ક્રષણનગર પાસે આવેલ શિવમ સીટીમાં ચોળ ટોળકી હાથ ફેરો કરી પલાયન.શિવમ સીટીમાં રહેતા રાજસ્થાનના રહેવાસી માંગીલાલના બંગલોઝમાં ચોરી.ક્રુષ્ણનગર પાસે આવેલ શિવમ સીટી બંગલોઝમાં ગત રાત્રે ચોર ટોળકીએ ૧૫ તોલા સોનાના દાગીના, ૧ લાખ રોકડા રકમ અને બે મોબાઈલ લઈ ફરાર.
થોડા દિવસ પહેલા જ ઈડરના એપોલો ત્રણ રસ્તા પાસે એક વૃધ્ધ મહિલા શાકભાજી લેવા જતા હતા દરમિયાન બે બાઇક સવારોએ મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી હતી.
ઇડરના ભરચક ગણાતા એપોલો ત્રણ રસ્તા પાસેથી સવારે 9.35 વાગ્યાના સુમારે એક વૃધ્ધ મહિલા શાકભાજી લેવા જતા હતા ત્યારે દામોદર કોમ્પલેક્ષ વિસ્તારમાંથી અચાનક બાઈક ઉપર બે ચેઇન સ્નેચર આવીને માજીના ગળામાંથી સોનાના દોરાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.