સાબરકાંઠા જીલ્લાના વડાલી પોલીસ મથકે ૨૧ મેના રોજ રવિવારે સાંજે દુષ્કર્મની ફરિયાદ નોધવામાં આવી હતી. નવ જેટલા લોકોએ યુવતિને ટોર્ચર કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સાત મહિનાથી દેહ વ્યાપારમાં મોકલનાર આયિષા મકરાણી તેમજ યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.
મહીલા બ્યૂટી પાર્લરમાં જતી હોવાથી તેની સાથે આયિશા નામની મહિલાએ તેણીને પોતાનાં જાળમાં ફસાઈ તેણી સાથે સંપર્ક કર્યો હતો તેમજ તેણે યુવક સાથે પ્રેમમાં મદદરૂપ થઈ તેના અશ્લીલ ફોટા તેમજ વીડિયો ઉતારી લઈ પિડીત મહિલાને આયિષાએ દેહવ્યાપાર કરવા મજબૂર કરી હતી પિડીત મહિલાને અલગ અલગ સ્થળે નવ જેટલા પુરુષોએ પોતાની હવસનો શિકાર બનાવતા મહિલાએ આખરે વડાલી પોલીસ મથકે નવ જેટલા ઈસમો વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે
મહિલાને દેહ વ્યાપારમાં ધકેલનાર આરોપીઓ વિરૂદ્ધ હાલ આઈ.યુ.સી.એ.ડબલ્યુ પી.આઈ કરનીયા તપાસ કરી રહ્યા છે જ્યારે હાલ પોલિસે એક મહિલા તેમજ એક પુરુષ એમ બે આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓને જેલ હવાલે કરવાના ચક્રો ગતીમાન કર્યાં છે.
પોલીસે આરોપી યુવક યુવરાજસિંહ અને મહિલા આરોપી આયશા અને ફરીદાબેન સામે નામજોગ ગુનો વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું છે જોકે અન્ય 6 અજાણા ઈસમો પણ આ ઘટનામાં સામેલ છે જેને પોલીસ અત્યારે હાલ તપાસ હાથ ધરી રહી છે જોકે સવારે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડાલી પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે જેમાં યુવરાજસિંહ અને આઇશા પઠાણ ની પોલીસે ધરપકડ કરી લીધી છે અન્ય ચારોપીની પકડવા પોલીસે અલગ અલગ દિશામાં ટીમો બનાવી શોધ ખોર હાથ ધરી છે.