શિક્ષણ વિભાગને લાંછન લગાડતા કિસ્સો: તંત્ર ઘોર નિંદ્રામાં
શિક્ષણ જગતને શરમાવતી આ ઘટના સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામની છે જ્યાં શાળા ચાલુ હતી અને એક શિક્ષકને દારૂની તલપ જાગી બસ પછી તો આદિવાસી વિસ્તાર અને કોઈ પૂછનાર ન હોય શિક્ષક કોઈનું ધ્યાન ન જાય એ રીતે દારૂ વેચાતો હતો તે ઘરે પહોંચ્યા સાહેબને આંગણે આવેલા જોઈ દારૂ વેચનાર પણ ખૂબ આનંદિત થઈ ખાટલો ઢાળીને અને આદર્શ સાથે શિક્ષકને દેશી દારૂનો લોટો આપતા જ શિક્ષક જાણે અમૃત હાથમાં આવ્યું હોય તેમ ઘૂંટડા ભરવા લાગ્યો પણ આ અરસામા એક જાગૃત નાગરિક શિક્ષક ચાલુ શાળાએ ક્યાં જાય છે તેની વોચ રાખીને તે દારૂના અડ્ડા સુધી પહોંચ્યો અને પછી તો દારૂના લોટા સાથે શિક્ષક મહાશયનો વિડીયો ઉતારવાનો ચાલુ કર્યો અને સાથે ઉધડો પણ લીધો તમે આ શું કરો છો તેવું પૂછતા જીભ થરથળાવવા લાગી આ તો પાણી છે
થથરાવા લાગી એટલે એટલે કહી પોતે રંગે હાથે પકડાયાનું જાણી શિક્ષક લોટો ઘરના છાપરા ઉપર મૂકી ભાગી ગયા હતા જોકે દારૂ મુદ્દે શિક્ષકનો આ કથિત વિડીયો આદિવાસી વિસ્તારમાં ખૂબ વાયરલ થયો છે વિડિયોની સત્યતા તપાસવા માટે અનેક લોકોએ પ્રયાસ કર્યા પણ જવાબદાર તંત્ર અજાણ બની રહ્યું છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં કેટલાક શિક્ષકો દારૂના રવાડે ચડી ગયા છે જેના કારણે શિક્ષણ કથરી ગયું છે દારૂના જૂજ પ્યાસ શિક્ષકો ઉપર કોઈની લગામ નથી એટલે અન્ય કર્મનિષ્ઠ શિક્ષકો પણ સાથે બદનામ થઈ રહ્યા છે
ત્યારે શિક્ષણ વિભાગ વિડિયોની ખરાઈ કરી દારૂના પ્યાસી શિક્ષક સામે પગલાં નહીં ભરે તો આ વિસ્તારના જાગૃત નાગરિકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા મોરચો ખોલશે હાલ તો દારૂના પ્યાસી શિક્ષકની સમગ્ર પંથકમાં ખૂબ ફીરકી ઉતરી રહી છે કહેવાય છે કે અમુક શિક્ષકોના સગા સરકારના વિભાગોમાં ઊંચા હોદ્દા ઉપર હોવાથી શાળાઓમાં મરજી મુજબ વર્તન કરતા હોય છે આદિવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષકોને કોઈ પૂછનાર ન હોય દારૂના નશામાં શાળામાં હાજરીથી માંડી ચાલુ શાળાએ દારૂ પીવા જવું વગેરે બાબતો સામાન્ય છે.