ગુજરાતમાં મેઘરાજા પોતાની મહેર વરસાવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે. ત્યારે સાબરકાંઠામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસતા વરસાદમાં સાબરકાંઠામાં એક દુખદ ઘટના ઘટી સામે આવી હતી. જ્યાં હાથમતી નદીના કિનારે ચિતા સળગી રહી હતી. તે દરમિયાન જ નદીમાં પૂર આવતા સળગતી ચિતા સહિત તણાઈ ગઈ હતી.
સાબરકાંઠાની આ ઘટના અત્યંત દુખદ છે જ્યાં ચિતા સળગાવતા સમયે અચાનક પુર આવી જતા. ચિતા પણ પાણીના વહેંણમાં વહી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ ઘટના સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાની છે. પરવઠ ગામ ગામના વૃદ્ધનું સોમવારે મોત નીપજ્યું હતું.
મંગળવારે બપોરે ઘરેથી સ્મશાન યાત્રા નીકળી હતી. જે બાદ ગામની સીમમાંથી પસાર થતી હાથમતી બ્રિજ નીચે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં અચાનક પૂર આવ્યું હતુ. અને પૂરનાં વહેણમાં લાશ તણાઈ ગઈ હતી. આ વીડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વિજયનગરના પુરવઠા ગામમાં બ્રિજ નીચે અંતિમ સંસ્કારની વિધિ પુર આવતા અધુરી રહી ગઈ હતી. સળગતી ચિંતા પાણીમાં તણાઈ હતી તો બીજી બાજુ ત્યાં ઉભેલા પરિવારજનો પણ દોડીને ત્યાંથી સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા હતા.