ખેડબ્રહ્મા તાલુકાના બાવળ કાઠીયા ગામે માગોર નદીમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાત મુહૂર્ત કરાયું
ગુજરાતની સુજલામ સુફલામ યોજના થકી ગામડાનાને હરીયાળા કરવાના દ્રઢ સંકલ્પ સાથે રાજય સરકારે ગુજરાત સ્થાપના દિને જળ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તળાવ ઉંડા કરવા, ચેકડેમ-નહેરોની સફાઇ સહિત 550થી વધુ જળ સંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં નદીઓને પુન:જીવીત કરવાનું કાર્ય હાથ ધરાયું છે. આ અભિયાનમાં ખેડબ્રહ્માના મીઠીબેલી ગામમાંથી પસાર થતી મંગોલ નદીને આવરી લેવાઇ છે જેમાં બાવળકાંઠીયા ખાતે નિર્માણાધિન ચેકેડમનું ભૂમિપુજન આજે સવારે 11 કલાકે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યૂ.મુખ્યમંત્રી શ્રમદાન કરી શ્રમિકો સાથે વાર્તાલાપ કર્યું અને જાહેર જનતાને સંબોધન કર્યું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com