હિતેશ રાવલ, સાબરકાંઠા
2022માં આગામી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે એ તૈયારીઓના ભાગ રૂપે ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે. આ રેલી બનાસકાંઠાના અંબાજી થી શરૂ થયેલી છે. આ જન આશીર્વાદ યાત્રા આવતીકાલે સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશ કરશે જેમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષની યોજાશે. આ યાત્રાનું 200 બાઈક તેમજ 60 જેટલી ગાડીઓના કાફલા સાથે સ્વાગત કરવામાં આવશે સાથોસાથ ઈડરના જાળીયા ગામે જાહેર સભાનું આયોજન કરાયું છે.
ઈડર તેમજ હિંમતનગર થઈ સુધી જન આશીર્વાદ યાત્રા દરમિયાન તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ તેમને સન્માનિત કરવામાં આવશે. જોકે આગામી વિધાનસભાની તૈયારીના ભાગરૂપે યોજાઈ રહેલી આ યાત્રા દરમિયાન રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્કર્ષ તેમજ સુખાકારી જીવન માટે કરાયેલા પ્રયાસ અને યોજનાઓની માહિતી પણ આપવામાં આવશે .
બનાસકાંઠાથી શરૂ થયેલી જન આશીર્વાદ યાત્રા આવતીકાલે સાબરકાંઠામાં પ્રવેશ કરશે તેમજ આગામી સમયમાં અરવલ્લી જિલ્લામાં પણ પ્રસ્થાન કરવામા આવશે. હિંમતનગર વિધાનસભામાં પ્રવેશ કર્યા બાદ જન આશીર્વાદ યાત્રા અંતર્ગત સાથે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં તૈયાર કરાયેલી વિવિધ યોજનાઓ તેમજ ખરડાઓ અંગે સંપૂર્ણ માહિતી આપશે તેમજ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સમાજના છેલ્લા વર્ગ સુધી કાયદાઓની વિગતો પહોંચાડાશે જોકે કોરોના મહામારી વચ્ચે યોજાઇ રહેલી બાદ કોરોના સંક્રમણ ન વધે તે મહત્વનું બની રહે છે.