ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા આગામી ચોમાસુ દરમ્યાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલ છે. ત્યારે ઈડર શહેરના રાવળવાસમા ભારે વરસાદ થયો છે. ત્યારે વરસાદનું પાણી ગરીબ પરિવારોના ઘરમા ફરી વળતા રહીશોની હાલત કફોડી થઈ છે.  પાલિકા પ્રમુખનાં મત વિસ્તાર માજ વરસાદી પાણી મકાનોમાં ફરી વડતા રહીશોની આંખો ભીંજાઈ.

Screenshot 6 2

ઘણા સમયના વિરામ બાદ મેઘરાજાએ ઓચિંતી પધરામણી કરતા ઇડર શહેરના રાવળવાસ વિસ્તારમા ડુંગરની નજીક કાચા પાકા મકાન બનાવી વસવાટ કરતા શ્રમજીવી પરિવારોના ઘરમા વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરી સહિત જીવન જરૂરિયાતની સામગ્રી વરસાદી પાણીમા વહી જતા અન્ય લોકોના ઘરે સહારો લેવાનો વારો આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પહેલા વરસાદી પાણીના વહેણ હતુ તે જગ્યાને પુરાણ કરી પાયા ચણતર કરી આવાસનાં મકાનો બનાવવામા આવી રહ્યા છે જેના કારણે ડુંગર પરથી આવતા પાણીના પ્રવાહમા અવરોધ ઉભો થયો છે જે સીધુ ડેભોલ નદીમા ભળી જવાને બદલે છેલ્લા કેટલાય વર્ષોથી વસવાટ કરતા રહીશોના ઘરમા વરસાદી પાણી ફરી વળે છે.

Screenshot 4 3
ગરીબ પરિવારો બેહાલ બન્યા છે ઇડર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. ૧ મા આવતા રાવળવાસ વિસ્તારમાથી હાલમા નગરપાલિકા પ્રમુખપદે જયસિંહ તંવર બિરાજમાન છે જે આ વિસ્તારના ચૂંટાયેલા સદસ્ય છે તેમ છતાં આ વિસ્તારના રહીશોની આપવીતી સાંભળનાર કોઈ નથી તેવા આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ચોધાર આંસુએ રડતા ગરીબ પરિવારના અશ્રુઓ વરસાદી પાણી સાથે વહી જાય છે પણ કોઈ મદદ કરનાર નથી તેવી રહીશોની ફરિયાદ છે. હવે, ઈડર નગરપાલિકા અને મામલતદાર કચેરીના ડિઝાસ્ટર વિભાગ દ્વારા ગરીબ પરિવારોને શું મદદ કરે છે એ તો જોવુ રહ્યુ???…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.