રૂ.300થી 500 સુધીના ભાવે વેંચાઈ રહેલું ઘી આરોગવાથી દર્દીઓનો ઘસારો વધ્યો
સાબરકાંઠા જિલ્લામાં ફુડ વિભાગની રહેમ નજર હેઠળ નકલી ઘી નો વેપાર ધમધમી રહ્યો છે ત્યારે જીલ્લા ફૂડ વિભાગ આ અંગે તપાસ કરી વેપારીઓ સામે લાલ આંખ કરે તે જરૂરી છે જોવામાં આવે તો જિલ્લાભરમાં અલગ-અલગ સ્થળોએ નકલી ઘીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે છેલ્લાં કેટલાંક વર્ષોથી બનાવટી ઘીનું ધૂમ વેચાણ ચાલુ હોવાના કારણે ઘીનો વેપલો કરતા કાળા બજારિયાઓનું ટર્નઓવર કરોડોમાં પહોંચી ગયું છે જ્યારે આ પ્રકારના નકલી ઘીના કારણે લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે પરંતુ જીલ્લામાં વેચાતા આરોગ્ય વર્ધક ઘી સામે નકલી ઘીનું વેચાણ અનેક ગણું છે
આશરે 300 રૂપિયાથી શરૂ થતું ઘી અલગ અલગ સ્થળોએ નફાખોર ઈસમો દ્વારા અલગ અલગ ભાવે વેચાઈ રહ્યું છે જ્યાં નકલી ઘીનું વેચાણ થતું હોય તેવી જગ્યાએથી ફૂડ વિભાગ દ્વારા નમૂના લઈને તપાસ કરે તો નકલી ઘી નો કાળો કારોબાર કરતા લોકો પકડાઈ શકે તેમ છે ઘીના ડબ્બા ઉપર વિવિધ પ્રકારના લેબલો અને અંગ્રેજી ભાષામાં લખાણ સાથે ચિત્રો દર્શાવી ગ્રાહકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે જીલ્લાના કેટલાક પશુપાલકો દૂધ જે તે ડેરીમાં ભરાવી રહ્યા છે આથી દૂધ સંઘના પેકિંગ ઘી સામે ખાનગી વેપારીઓ વેચાણ કરી રહ્યા છે જેમાં આશરે રૂપિયા 300 થી 500 સુધીના ભાવે વેચાણ કરી રહ્યા છે
જીલ્લામાં દેશી અને ચોખ્ખું ઘી મળવું મુશ્કેલ થઈ રહ્યુ છે અને જ્યાં મળે છે તેના ભાવ રૂપિયા 700થી 1000 હોવાથી બનાવટી ઘીનું બજાર ઊંચકાઈ ગયું છે જીલ્લામાં નકલી ઘી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓને લઈ જન આરોગ્ય સામે શરૂઆતથી જ ગંભીર સ્થિતિ ચાલી રહી છે આવી પરિસ્થિતિમાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો ઘસારો બારેમાસ બની ગયો છે આ બાબતે જો જીલ્લા ફૂડ વિભાગ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.