સાબરકાંઠા, હિતેશ રાવલ
સોનાના દાગીનામાં હોલમાર્ક ફરજીયાત બનાવાયા બાદ HUID પધ્ધતિથી વેપારીઓને અનેકવિધ પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે, સોની વેપારીઓએ દાયકાથી હોલમાર્ક અપનાવ્યા બાદ હવે દરેક દાગીનામાં યુનિક આઈડી નંબર આપવાની કામગીરીથી બજારમાં ભારે અંજપો જોવા મળ્યો છે. હોલમાર્ક કાયદા અંતર્ગત જ તમામ દાગીનામાં યુનીક આઈડી નંબર ફરજીયાત છે તેનો વિરોધ સોની વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આજે સોની વેપારીઓએ રાજ્યવ્યાપી એક દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. આ આંદોલન કેશોદ, રાજકોટ, જામનગર,જામજોધપુર, સાબરકાંઠા સહિતના સ્થળોએ સોની વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું . જામજોધપુરમાં વેપારીઓ અમને હોલમાર્કમાંથી મુક્તિ આપો તેવા આવેદનપત્ર સરકારને પાઠવી રહ્યા છે.
આ આંદોલનમાં સાથ આપવા હિંમતનગરમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા એક દિવસ માટે બંધ પાડવામાં આવ્યું છે. વેપારીઓ દ્વારા હોલમાર્કનો વિરોધ નહીં પરંતુ huid માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. huid ના વિરોધ કરીને તમામ વેપારીઓ એક દિવસ માટે વેપાર-ધંધા બંધ રાખ્યા છે. જ્વેલર્સ એસોસિએશનના સભ્યોએ એકઠા થઈને નિયમ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે.