હિતેશ રાવલ – સાબરકાંઠા
અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. ચોમાસાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના બનતી હોય છે ત્યારે સાબરકાંઠા પણ આવી જ એક ઘટના બની છે. સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર પાણી ભરાઈ છે. પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી વાહન ચાલકોની પરેશાની સાથે વાહનને પણ નુકશાન થાય છે.
આ વિસ્તારમાં સતત બીજા દિવસે ભરાયેલું પાણી યથાવત છે.
સિક્સ લેન રોડ બનાવવા કરેલ ખોડકામમાં વરસાદી પાણી ભરાતા હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં પાણી ભરવાને કારણે વહેલી સવારે પાણીમાં ઇકો ફસાઈ ગઈ હતી. ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓ પાણીમાં ફસાયા હતા. ક્રેન દ્વારા ઈકોને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવી છે. ખોડકામમાં વરસાદી પાણી ભરાતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકો દ્વારા આ પ્રશ્ન અંગે રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર મૌન બન્યું છે !!