સાબરકાંઠા જિલ્લાના તલોદના સીમલીયા ગામે રહેતા કલ્પેશભાઈ કાંતિભાઈ પટેલ ભાઈબીજના દિવસે કુટુંબી ભાઈઓ સાથે દહેગામના માણેકપુર ખાતે રહેતા કાકાની દીકરી ના ઘરે ગયા હતા ત્યારે કાળુસિંહે ફોન મારફતે તેમના ખેતરમાં પિતા સાથે નારણભાઈ છગનભાઈ પટેલ, રાજેશભાઈ છગનભાઈ પટેલ,સેતૂલ રાજેશભાઈ પટેલ અને અમિત નારાયણભાઈ પટેલ ઝઘડો કરતા હોવાની વાત જણાવતા કલ્પેશ દહેગામથી પરત ઘરે આવી ગયો હતો અને પિતાને આ અંગે પૂછતા કાંતિભાઈએ જણાવ્યું હતું કે તેઓ ખેતરમાં વાવણી માટે પાણી વાપરતા હતા
ત્યારે ગામના નારણભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ,સેતુલ પટેલ અને અમિત પટેલ વચ્ચેની જમીનના શેઢા પર તાર વડે ફેન્સીંગ કરેલ વાડ થાંભલા કાઢી નાખતા કાંતિભાઈએ કહ્યું હતું કે જમીનનો સર્વે માપણી કર્યા બાદ તાર વડે ફેન્સીંગની વાડ કરવામાં નક્કી થયું હતું તમે માપણી કર્યા વગર જમીનમાં થાંભલા લગાવો છો તેમ કહેતા ઉપરોક્ત ચાર ઈસમોએ ગાળો બોલીને મારમારીને ધમકી આપી હતી ત્યારે આધેડના પુત્રએ ચાર ઈસમો વિરુદ્ધ તલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.