હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોના મહામારીના વધતા સંક્રમણને રોકવા સરકાર સાથે હવે લોકો જાગૃત થયા છે. લોકો દ્વારા પોતાના ગામમાં, વિસ્તારમાં સ્વૈચ્છિક રીતે કોરોના સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવાય રહ્યા છે. આ સાથે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સંક્રમણને રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

હિંમતનગરમાં સંક્રમણ અટકાવવા માટે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા લગ્ન રજીસ્ટેશન અને જન્મ મરણની નોંધણી બંધ કરાઈ છે. આ માહતી બધા લોકો સુધી પોહ્ચાડવા નગર પાલિકાના ગેટ પર હુકમનું બોર્ડ લગાડવામાં આવ્યું છે.

Himmatnagar
કોરોના સંક્રમણથી બચવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ શકે છે. જો કોઈને ઇમર્જન્સીમાં દાખલાની જરૂર હશે તો કાઢી આપવામાં આવશે. આ નિર્ણય કેટલા સમય સુધી લાગુ રહશે તે બાબતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મળતા અહેવાલ મુજબ સંક્રમણ હળવું ના થાય ત્યાં સુધી લગ્ન રજીસ્ટેશન, જન્મ મરણની નોંધણી બંધ રહશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.