સાબરકાંઠા, હિતેશ રાવલ:

હાલ રાજ્યમાં લૂંટ, ચોરી હત્યા જેવા બનાવો ખૂબ વધતા જઈ રહ્યા છે. કોરોનાની મહામારીમાં ગુનાઓનું પ્રમાણ પણ વધ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠાના વડાલીમાં અપહરણનો વધુ એક બનાવ સામે આવ્યો છે. વડાલી તાલુકાના ધામડી ગામે શખ્સનું અપહરણ કરી રૂપિયા 40 લાખની ખંડણી માંગવાનો કેસ નોંધાયો છે.

બનાવની વિગત અનુસાર, જયંતીભાઈ પટેલ નામના વ્યક્તિ વડાલીથી હાથરવા જઈ રહયા હતા એ દરમિયાન અજાણ્યા ઈસમોએ ફિલ્મી ઢબે આવી જયંતિભાઇ પટેલનું અપહરણ કરી લીધું હતું. શખ્સને કારમાં લઈ જઈ ફરાર થઈ ગયા હતા. અપહરણ કરનારાઓએ રૂપિયા 40 લાખની ખંડણી માંગી હતી.

વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એક્શન મોડમાં આવી ગણતરીના કલાકોમાં આ ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. સાબરકાંઠા SOG અને LCBએ
ટેક્નિકલ સર્વેલન્સના આધારે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને વધુ સંડોવાયેલા શખ્સોને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.