Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠાઃ એક સાથે સમગ્ર દેશમાં તહેવારની જેમ ઉજવાતા ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. કોરોનાની બીજી લહેર નબળી પડતાં રથયાત્રા યોજવાના સંજોગો ઉજળા બન્યા છે. ત્યારે સાબરકાંઠાના ઇડરમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ ભગવાનની રથયાત્રા કાઢવા માટે બેઠક યોજાઇ હતી. ઇડરના રામદ્વારા મંદિર ખાતે ઇડર નગર ઉત્સવ સમિતિ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઇ હતી.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને કેવી કેવી વ્યવસ્થા કરવી તથા ક્યા ક્યા રૂટ લેવા તે અંગે ઇડર નગર ઉત્સવ સમિતિ અને પોલીસ ટીમ વચ્ચે વિગતવાર ચર્ચા થઇ હતી. સાથે જ ભગવાનની નગરચર્યા અંગે સરવે પણ હાથ ધરવામાં આવ્યો હતો.

રથયાત્રાને લઇને આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન જગન્નાથ એ શ્રી કૃષ્ણનો અવતાર છે. ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના ભાઇ બલારામ અને બહેન સુભદ્રાના રથનો શહેરમાં નગરચર્યા માટે નિકળે છે. કહેવામાં આવે છે કે જે શ્રદ્ધાળું આ રથને ખેંચે તેઓને સો પુણ્ય જેટલો લાભ થાય છે. આથી રથ ખેંચવા માટે ભક્તોનો ભારે ધસારો આવે છે. હિંદુ પંચાંગ મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે જગન્નાથ યાત્રા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.