સાબરકાંઠાનો નેશનલ હાઈવે ખખડધજ થતાં વાહનચાલકો હેરાન પરેશાન
સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે હાલ એટલો ખખડધજ છે કે વાહનચાલકો હેરાન પરેશાન બન્યા છે. હાઈવે પણ જાણે ગટર લાઈન બનાવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
નેશનલ હાઈવે કે જે હાલમાં સિક્સ લેનમાં પરિવર્તન પામી રહ્યો છે પરંતુ હાઈવે ની હાલત એટલી ખરાબ છે કે વાહન ચાલકો ત્રસ્ત થઈ ગયા છે. હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો રસ્તા પર માત્ર કપચી જ દેખાઈ રહી છે વરસાદ બાદ તો જાણે કે ભારે વાહનોના ટાયર ને લઈને ગટર લાઈન કરી હોય તેવો હાઈવે બની જાય છે. અનેકવાર ગામ લોકોએ રજુઆત કરી છતા પણ પરિણામ સુન્ય જ છે. હાલ જે ખાડા પડ્યા છે તે રીપેર કરી રહ્યા છે તેમાં પણ માત્ર રેતી જ દેખાઈ રહી છે. આમ તો જ્યારે રોડ બનાવવાનો હોય તો પહેલા સર્વિસ રોડ સારો બનાવવાનો હોય પરંતુ સર્વિસ રોડ તો ઠીક હાઈવે પણ ખરાબ હાલતમાં દેખાય છે જેને લઈને સ્થાનિકો અને વાહન ચાલકોએ એનએચએઆઈ માં ફોન કરીને જાણ કરે છે છતા પણ તંત્ર ના પેટનુ પાણી હલતુ જ નથી અને જે ઓવર બ્રિજ બનાવ્યા છે તે પણ ખખડધજ બન્યા છે. તંત્ર શુ હવે તો કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહ્યુ છે કે શુ એ પણ સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.
આમ તો આ ખખડધજ હાઈવે ને લઈને અનેક વાર વાહનોના અકસ્માત પણ થઈ રહ્યા છે તો વાહનોને પણ નુકસાન થાય છે. ટાયર ફુટવાના બનાવો પણ બને છે તો ટ્રાફિક જામ થવાના દ્રશ્યો પણ સર્જાય છે.. કોઈ વાહન નુ અકસ્માત થાય કે ટાયર ફુુટે તો સમજો ટ્રાફિક જામ થઈ જાય અને સ્થાનિકો દ્રારા તેમની મદદ કરવામાં આવે અથવા તો ટ્રાફિક ખુલ્લો કરવા સ્થાનિકો જ આવે. હાઈવે પર એમ્બુલન્સ પણ દોડતી હોય છે એ પણ અનેક વાર ટ્રાફિકમાં ફસાતી હોય છે.. હાલ તો સ્થાનિકો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે જલ્દી માં જલ્દી હાઈવે રીપેર થાય અને વાહનોને નુકસાન ન થાય.
આમ તો હાઈવે ની હાલત ખરાબ હોવા છતા મસમોટો ટોલ ટેક્સ લેવાય છે તેની સામે હાઈવે સારો નથી જો જ્યા સુધી હાઇવે સારો ન થાય ત્યા સુધી ટોલટેક્સ પણ ન લેવો જોઈએ તેવી પણ સ્થાનિકોની માંગ ઉઠી છે. અને જલ્દી માં જલ્દી હાઈવે સરખો થાય તેવી પણ માંગ ઉઠી છે.