Abtak Media Google News
  • ચાંદીપુરા વાયરસના લીધે ચાર બાળકોના મૃત્યુ
  • ત્રણ બાળકો ચાંદીપુરા વાયરસના ચેપના કારણે સારવાર હેઠળ
  • ચેપી બાળકોના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલાયા

સાબરકાંઠા ન્યૂઝ : ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં, ચાંદીપુરા વાયરસના લીધે ચાર બાળકોના મૃત્યુ થયા છે અને અન્ય ત્રણ બાળકો ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ચેપના કારણે સારવાર હેઠળ છે. ત્રણેય બાળકોને જિલ્લાની હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિક અધિકારીઓએ મૃતકના સેમ્પલ અને જે બાળકો સારવાર હેઠળ છે. તેઓને પુષ્ટિ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલ્યા છે.

મચ્છર, ટિક અને સેન્ડફ્લાય જેવા વાહકોથી ફેલાય છે વાયરસ

ચાંદીપુરા વાયરસએ એક દુર્લભ અને સંભવિત ઘાતક રોગકારક છે જે તાવ, ફ્લૂ જેવા લક્ષણો અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા)નું કારણ બને છે. વાયરસ મચ્છર, ટિક અને સેન્ડફ્લાય જેવા વાહકો દ્વારા પ્રસારિત થાય છે અને તે બીમારી, કોમા અને મૃત્યુની ઝડપી પ્રગતિ તરફ દોરી શકે છે.

સેમ્પલના પરિણામોની રાહ

જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતારિયાએ જણાવ્યું હતું કે, “સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને તેમના પરિણામોની રાહ જોવાઈ રહી છે.” તેમના જણાવ્યા મુજબ, હિંમતનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોએ ચાર બાળકોના મૃત્યુ બાદ ચાંદીપુરા વાયરસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી હતી.

નિવારક પગલાં હાથ ધરવા ટીમો તૈનાત

જીલ્લા સત્તાવાળાઓએ વાયરસના વધુ ફેલાવાને રોકવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં જંતુઓ અને મચ્છરો અને માખીઓને મારવા માટે નિવારક પગલાં હાથ ધરવા ટીમો તૈનાત કરી છે.

સંજય દીક્ષિત 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.