સાબરકાંઠામાં આજ રોજ એક શખ્સે આઈડિયા-વોડાફોનનાં ડિસ્ટીબ્યુટર ઓફિસે એસિડ ગટગટાવ્યું હતું. આશરે ૩૧ વર્ષીય યુવકે વહેલી સવારે ઓફિસ પર એસિડ ગટગટાવી જતા સમગ્ર જીલ્લામાં ચકચાર મચી હતી.
મળતી માહિતી મુજબ આ ઘટના સાબરકાંઠા જીલ્લાના ઇડરની છે. જ્યાં મયુર પટેલ નામનાં ડિસ્ટીબ્યુટરે પોતાની ઓફીસ પર આવિ એસિડ ગટગટાવી લેતાં ચકચાર મચી છે. તેને સારવાર અર્થે ઇડર ની ખાનગી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ખાનગી હોસ્પીટલે ખસેડ્યા બાદ તેણે હાજર તબીબોએ યુવાનને મૂર્ત જાહેર કર્યો હતો. મૂર્ત યુવાનને પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો.ઈડર સિવિલ હોસ્પીટલ ખાતે વહેપારીઓ અને સગાસંબંધીનાં ટોળેટોળાં ઉમટ્યા હતા.
યુવાને પોતાની ઓફિસે આવી એસિડ ગટગટાવી લેતાં મોતનું કારણ હજું અકબંધ છે. ઈડર પોલિસે સિવિલ હોસ્પીટલ ખાતે પહોંચી પરિવારના જવાબ મેળવી આગળની વધું તપાસ હાથ ધરી છે.