હિતેશ રાવલ, સાબરકાંઠા: હાલ સોશ્યિલ મીડિયા પર એક મહિલાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તે કહે છે કે, ‘જો તેને ન્યાય નહીં મળે તો તેના બાળકો સાથે આત્મહત્યા કરી લેશે.’ એવું તો શું થયું આ મહિલાની સાથે કે તેને ન્યાય માટે પોતાના બાળકો સાથે આત્મહત્યા કરવાની વાત કરવી પડી.
આ મહિલાનું નામ વણકર નીલાબેન સુભેશભાઈ છે. જે વડાલી તાલુકાના દામડી ગામના રહેવાસી છે. મહિલા છેલ્લા 12 વર્ષ થયા આશા ફેસીલેટરમાં કામ કરતી હતી. કોરોનાના કપરા સમયમાં પણ તેને પોતાની ફરજ બજાવી છે. પોતાના અંગત કારણોથી તેને કામમાંથી થોડા દિવસની રજા લીધી. રજા માટે તેને વર્ષા ચૌહાણ અને નટુભાઈને જાણ કરી હતી. જયારે તે કામ પર પરત ફરી તો તેને આટલા દિવસ ક્યાં હતા તે બાબતનો ખુલાસો કરવાનું કહેવામાં આવ્યું.
રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર,..હિરાસર એરપોર્ટને લઇને આવ્યા આવા સમાચાર
મહિલા વતી વાત કરવા તેના સસરા આશા ફેસીલેટરમાં ગયા. સસરાને મેડિકલ ઓફિસર કશ્યપ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે, ‘તમારે હવે જિલ્લામાં જવું પડશે, જો જિલ્લાના સાહેબ હા પાડશે તો તેને પાછા કામ પર રાખવામાં આવશે.’ બીજે દિવસે મહિલાએ કશ્યપ પટેલ સામે બે હાથ જોડી નોકરી પર પાછી લેવા અપીલ કરી. પરંતુ સાહેબએ તેને જિલ્લામાં જવાનું કહ્યું.
મહિલા અને તેના સસરા હિંમતનગર નોકરી પાછી મેળવા ગયા. ત્યાંના સાહેબ હાજર ના હતા, તો તેની સાથે ફોને પર વાત કરી અને જિલ્લાના સાહેબએ કશ્યપ પટેલને મહિલાને પાછી નોકરી પર રાખવા નું કહ્યું. પણ તેને નોકરી પર રાખવામાં આવી નહીં. આ ઉપરાંત તેના ચરિત્ર પર દાગ લગાડવામાં આવ્યો.
મહિલાના ચારિત્ર પર દાગ લાગ્યો હોવાથી તેના સાસરિયા પક્ષ દ્વારા પણ સ્વીકરવામાં આવી નથી. હાલ મહિલાની પરિસ્થિતિ ખુબ કપરી છે. તેથી તેને આત્મહત્યા કરવાની વાત કરી. અને જો મહિલા આત્મહત્યા કરે તો મેડિકલ ઓફિસર કશ્યપ પટેલ, આયુષ મેડિકલ ડો ગીતા ઝરીયા અને FHW વર્ષા ચૌહાણ જવાબદાર રહશે તેવું મહિલાએ પોતાના વીડિયોમાં કહ્યું છે.