હિતેશ રાવલ – સાબરકાંઠા

રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે રોજ એક સપ્તાહ દરમિયાન અલગ-અલગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ રાજ્યમાં ‘કિસાન સન્માન દિવસ’ ઉજવવામાં આવે છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આજથી વધુ 1501 ગામોના ધરતીપુત્રોને સિંચાઈ માટે દિવસે વીજળી મળશે.ખેડૂતોને હવે દિવસે 8 કલાક વીજળી અપાશે. ખેડૂતોને સાધન સહાય અને અન્ય ખેડૂત કલ્યાણ યોજનાઓનો લાભ પણ આજથી અપાશે.

કિસાન સન્માન દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ 120 કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. કચ્છમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતમાં આજે ભુજમાં કિસાન સન્માન દિવસની રાજ્યક્ષાની ઉજવણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ અવસરે હિંમતનગરના જુના રામપુર ગામે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા મુલાકાતે આવ્યા છે. આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.