હિતેશ રાવલ,સાબરકાંઠા: જિલ્લામાં કોરોના નો કાળો કહેર દિવસે દિવસે વર્તાઈ રહ્યો છે. હવે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે,ત્યારે હિંમતનગર, પ્રાંતિજ અને હવે ઇડર પણ આજથી 8 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનની શરૂઆત થઈ છે, જે અંતર્ગત શહેરમાં સવારથી જ બજારો સૂમસામ છે તેમજ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે.
સાબરકાંઠામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે અત્યાર સુધી જિલ્લા માં કુલ 3800 થી વધુ કેસ નોંધાયા છે. સાથે દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને કુલ 60 જેટલા લોકો એ અત્યાર સુધીમાં કોરોના ને લીધે મોત થયા છે. હવે દિન પ્રતિદિન દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યો છે અને જેને પગલે ગતરોજ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
જેમાં સ્થાનિક વેપારી મંડળ અને તંત્ર સાથે બેઠક કરીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈ આજથી 28 એપ્રિલથી 5મે સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે. તો આ ઉપરાંત ઇડર શહેર ના માર્ગોના અમુક રસ્તાઓ પણ બંધ કરવામાં આવશે તો માત્ર આવશ્યક જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ખુલ્લી રખાશે તો મેડિકલ સેવા 24 કલાક ખુલ્લી રખાશે જેના પગલે આજ સવારથી રસ્તાઓ સુમશાન જોવા મળ્યા હતા. પરંતુ અમુક લોકો બાના હેઠળ ફરતા જોવા મળી રહ્યા છે. તો વેપારીઓએ અને જનતાએ પણ બંધ માટે સમર્થન આપ્યુ હતું. પોલોસ પણ આ બાબતે ચુસ્ત અમલવારી કરાવવા માટે નજરે દેખાઈ રહી છે. લોકોને અપીલ છે કે કામ વગર બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળો.