હિતેશ રાવલ – સાબરકાંઠા
ભક્તો દ્વારા પોતાની યથા શક્તિ પ્રમાણે મંદિરમાં દાન આપવામાં આવતું હોય છે. લોકો ધાર્મિક વિધિઓમા ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાનમાં આપતા હોય છે. આજનો દિવસ એટલે ગુરુ પુર્ણિમાનો અવસર લોકો આજના દિવસે પોતાના ગુરુનો આશીર્વાદ લઈને તેમને ગુરુ દક્ષિણા આપતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ગુરુ પૂર્ણિમા નિમિત્તે સોનાનું સિંહાસન અર્પણ કરવામાં આવ્યું છે. સાબરકાંઠામાં ખેડબ્રહ્મા નાના અંબાજીના મંદિરને ગુરુ પુર્ણિમાના અવસર નિમિતે 50 લાખની કિંમતનું સિંહાસન અર્પણ કરવામાં આવ્યું છે.
70 વર્ષથી દાનપેટીમાં આવેલા સોનાના દાન થકી સિંહાસન બનાવામાં આવ્યું છે. ભૂતપૂર્વ પૂજારી પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા માતાજીને આ સિંહાસન અર્પણ કરવામાં આવ્યું છે. સિંહાસન અર્પણ કર્યા બાદ પૂજારીઓ અને સ્થાનિક ભક્તો દ્વારા માતાજીની પુજા કરવામાં આવી અને બધાની સુખાકારી માટે પ્રાથના કરવામાં આવી. ત્યારબાદ ખેડબ્રહ્મા અંબાજી સંકુલમાં પંખી ઘર તેમજ શંખેશ્વર મહાદેવ ટ્રસ્ટી અને પૂજારીઓ દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું