- ઇડરમાંથી નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો
- વેપારીઓને પરેશાન કરતો હોવાના આક્ષેપો
- સ્થાનિકોએ નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને સબક શીખવાડ્યો
સાબરકાંઠાના ઇડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. મળતી માહિતી મુજબ નકલી ફૂડ ઇન્સ્પેક્ટર છેલ્લા બે દિવસથી ઈડરના વેપારીઓને પરેશાન કરતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે અંગે શંકા જતો સ્થાનિક લોકોએ સબક શીખવાડ્યો હતો. નકલી ફુડ ઇન્સ્પેક્ટરને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. નકલી ફૂડ અધિકારી CCTVમાં પણ કેદ થયો હતો. જેના આધારે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, ગુજરાતમાં નકલી કચેરીથી માંડી નકલી અધિકારીઓ- કર્મચારીઓ અને ખાણી-પીણીની નકલી ચીજો પકડાયા બાદ હવે સાબરકાંઠામાં ઇડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. કરિયાણાના વેપારીને ત્યાં તપાસના નામે દમદાટી આપતો નકલી ફૂડ ઇન્સ્પેક્ટરનો ભાંડો ફૂટ્યો છે.
ગુજરાતમાં અત્યારે નકલી નકલીની ભરમાર જામી છે, અનેક જગ્યાએથી આવા કેસો સામે આવી રહ્યાં છે. જો કે, મહત્વની વાત એ છે કે, અત્યારે લોકો જાગૃત થઈ ગયા છે અને નકલીનો પ્રતિકાર કરી રહ્યાં છે. તેવામાં હવે સાબરકાંઠામાં નકલી પોલીસ અધિકારી, કોર્ટ બાદ નકલી ફૂડ ઇસ્પેક્ટરનું કારસ્તાન સામે આવ્યું છે. કરિયાણાના વેપારીને ત્યાં તપાસના નામે આપી ધમધમાટ અને રોફ જમાવતો ફૂડ ઇસ્પેક્ટર પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.
નકલી ફૂડ ઇસ્પેક્ટરે વેપારીઓમાં ખોફ જમાવવા માટે ગાંધીનગરથી તપાસમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ મામલે વેપારીને શંકા જતા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જોકે આ નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને બીકથી ભાગવાની કોશીશ કરી હતી આ દરમિયાન સ્થાનિકોએ નકલી અધિકારીને પકડીને સબક શીખવાડ્યો હતો. અરજદારે નકલી ઇન્સ્પેક્ટરને 1500 આપ્યાની કબૂલાત કરી છે. ઇડર પોલીસે નકલી ફૂડ ઇન્સ્પેક્ટરની ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.