ઇડર શિક્ષણના આધાર સ્તંભ સમાન શ્રી ઇડર વિધોત્તેજક સમિતિ સંચાલિત સર પ્રતાપ હાઇસ્કુલ, શેઠ સી.કે.સરસ્વતી મંદિર થતા ટી.એમ.શાહ મહિલા આર્ટસ કોલેજ , ઇડર ધ્વારા તા.૧૦/૦૪/૨૦૨૦ થી તા.૩૦/૦૪/૨૦૨૦ સુધી ઇડર શહેરમાં પોલોસ મિત્રો, હોમગાર્ડ જવાનો, નિવૃત આર્મી જવાનો, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પોલીસ સ્ટેશન તથા બેંક કર્મચારીઓને રોજે રોજ છાશનું તથા ગરીબ પરિવારોને અંદાજે ૬૫ અનાજની કીટોનું વિતરણ કરવામાં આવેલ છે
જેમાં સંસ્થાના પ્રમુખશ્રી જે.ટી.ચૌહાણ, મંત્રીશ્રી ડી.એમ.પંડ્યા, એમ.આર.પટેલ, ઉપ્રમુખશ્રી પી.સી.પટેલ, ડો હરીશ ગુર્જર, ડી.કે.પટેલ, કોષાધ્યક્ષશ્રી જગદીશભાઈ અમીન, સહકોષાધ્યક્ષશ્રી એન.કે.પટેલ તથા પૂર્વ પ્રમુખ જે.સી.શાહ તેમજ મેનેજીગ કમિટીના તમામ સભ્યશ્રીઓ, ત્રણે સંસ્થાના આચાર્યશ્રી પી.આર.દવે, ડો જે એસ.કુંપાવત, ડો કે.એસ.ત્રિવેદી તથા શાળા તેમજ કોલેજ પરિવાર તરફથી પુરતો સહયોગ આપવામાં આવેલ.
ઇડરમાં સર પ્રતાપ હાઇસ્કુલ જેવી સંસ્થા કે જે ૧૨૫ વર્ષ કરતા પણ વધુ સમયથી ઇડર તાલુકાના લોકોને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરી રહેલ છે અને અત્યારે જયારે દેશ કોરોના જેવી મહામારીમા આ વિકટ સમયમાંથી પસાર થઇ રહેલ છે તેવા સમયે સંસ્થાઓનું આકાર્ય લોકો માટે પ્રેરણા દાયી બની રહેશે