- પ્રાંતિજના નાનીભાગોળમાં વિજકરંટ લાગતા 9 વર્ષની બાળકીનુ મોત
- વિજ લાઇનમા ફસાયેલ પતંગ કાઢવા જતા બાળકીને લાગ્યો વિજકરંટ
- સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયેલ બાળકીને તબીબે મૃત જાહેર કરી
Sabarkantha : જિલ્લાના પ્રાંતિજમાં 9 વર્ષની બાળકીને વીજ કરંટ લાગતા મોત થયું છે. આ દરમિયાન વીજ લાઇનમાં પતંગ ફસાઇ જતા તેને કાઢવા જતા બાળકીને કરંટ લાગ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા તબીબે મૃત જાહેર કરી હતી.
પ્રાંતિજમાં બાળકીને કરંટ લાગતા મોત
મળતી માહિતી મુજબ, પ્રાંતિજના નાની ભાગોળ કહાર વાસમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. તેમજ મકાન પાછળથી પ્રસાર થઇ રહેલ 11 હજાર કેવીની વીજલાઇનમાં પતંગ ફસાતા પતંગ કાઢવા જતા બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. બાળકી ને વિજકરંટ લાગતા મકાનના બાધા ઉપર વિજકરંટને લઈને બાળકીના બન્ને હાથ , પગ , પેટ બળી ભથ્થુ થઈ છુટુ પડી ગયુ હતું.
બાળકીને વીજ કરંટ લાગતા પાસે રહેલા અન્ય બાળકોએ બુમાબુમ કરતા પરિવાર તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન બાળકીને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. ફરજ પર હાજર તબીબે જ્યાં બાળકીને મૃત જાહેર કરાઇ હતી. મૃતક બાળકી છાયા મકવાણા પ્રાંતિજ ખાતે આવેલ ગુજરાતી શાળા નંબર-1 મા ધોરણ-6 મા અભ્યાસ કરતી હતી. બાળકીના મોતને લઈને પરિવાર પડોશીઓ સંગાસબંધીઓમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતું. આ દરમિયાન આજબાજુના રહીશો દ્રારા ભવિષ્યમા આવી ધટના ના બને તેને લઈને વિજકંપનીને મકાનો પાછળ રહેલ અગિયાર કેવીની વિજ લાઇન હટાવવા માંગ કરી છે.
અહેવાલ : સંજય દીક્ષિત