હિતેશ રાવલ – સાબરકાંઠા: કોઈને કોઈ મુદે વિપક્ષ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવતો હોય છે. અત્યારે કોરોનાકાળમાં મોંઘવારીનો મુદો સળગી રહ્યો છે.મોંઘવારીનો પ્રશ્ન દિવસે ને દિવસે ઉગ્ર બનતો જાય છે. ત્યારે કોંગ્રેસ દ્વારા અલગ-અલગ રીતે સરકર વિરુદ્ધ વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ફરી એક વાર સાબરકાંઠામાં કોંગ્રેસનાં નેતાઑ દ્વારા વિરોધ પ્રદશન રેલી કાઢવામાં આવી હતી.
આ રેલી સાબરકાંઠાના હિંમતનગરમાં વધતી જતી મોંઘવારીએ મુદે કાઢવામાં આવી હતી. પ્લેકાર્ડ અને પોસ્ટર સાથે આ રેલીમાં કોંગી નેતાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચાર પણ કરવામાં આવ્યા હતા. ‘મોઘવારીનો માર પ્રજા બેહાલ અને બેફિકર સરકાર’ના નારા રેલીમાં લગાવવામાં આવ્યા હતા. આ રેલી જિલ્લાના જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કાઢવામાં આવી હતી.
આ રેલીમાં પોલીસે પહોંચી હતી અને હિંમતનગર ટાવરચોકથી કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ ધારા સભ્ય અને કોંગ્રેસના હોદ્દેદારો સહિત 100 કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ પકડી-પકડીને ઢસડીને અને ઉપાડીને બધા જ કાર્યકરોને જીપમાં બેસાડયા. હવે આગળ સરકાર શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું !!