હિતેશ રાવલ – સાબરકાંઠા: વિવિધ મુદે વિપક્ષ દ્વારા સરકાર સામે વિરોધ કરવામાં આવતો હોય છે. અત્યારે કોરોનાકાળમાં મોંઘવારીનો મામલો બીચકાયો છે. કોંગ્રેસ દ્વારા અલગ અલગ રીતે સરકાર અને મોંઘવારી વિરુદ્ધ વિરોધ કરવામાં આવે છે. ગુજરાતનાં અલગ-અલગ જિલ્લાઓમા વિવિધ રીતે વિરોધ પ્રદશન કરવામાં આવે છે ત્યારે સાબરકાંઠામાં કોંગ્રેસના નેતાઓ રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

મોંઘવારીએ મુદે સરકારની આંખ ખોલવા કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી જન ચેતના અંદોલન અંતગર્ત મોંઘવારી વિરોધ રેલી શહેરમાં કાઢવામાં આવી હતી. આ રેલીમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા તથા થાળી અને તેલના ખાલી ડબ્બા વગાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ‘મોંઘું ગેસ, મોંઘું તેલ હવે તો લૂંટ બંધ કરો સરકાર’ તેવા નારા લગાવવામાં આવ્યા હતા.

Screenshot 10 4

આ રેલીમાં મહિલાઓ પણ હજાર રહી હતી. કોંગ્રેસ દ્વારા તાલુકા મથક પ્રાંતિજમાં આ રેલી યોજાઈ હતી.પોલીસને જાણ થતાં તે ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાંતિજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહીત ૬૦ થી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કાર્યકરોને પકડી-પકડીને જીપમાં બેસાડવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.