હિતેશ રાવલ – સાબરકાંઠા

દિવસે ને દિવસે ચોરી,લૂંટ અને છેતરપિંડીના બનાવો વધતાં જાય છે ત્યારે સાબરકાંઠામાં વધુ એક છેતરપિંડીનો બાનવ બન્યો છે. ઘટના સાબરકાંઠાના હિંમતનગરની છે જ્યાં ખોટો ચેક આપીને બધા જ વ્યક્તિઓ સાથે ઠગાઇ કરવામાં આવતી હતી. પછી જ્યારે બેન્કમાં ચેક જમા કરવા લોકો જતાં ત્યારે લોકોને જાણ થતી કે અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં મકાન વેચાણ પેટે રૂપિયા 43 લાખની છેતરપિંડી કરવામાં આવી છે.  43 ખોટો ચેક આપી કરી ઠગાઈ કરવામાં આવી છે. બેંકમાં ચેક જમા કરાવતાં ઠગોનો ભાંડો ફૂટ્યો. ૫૮ લાખથી વધુમાં મકાન આપ્યા વેચાણ બાદ વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. બીજાના નામનો ચેક હોવાનું ખુલતા ઠગો વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમત નગરમાં બે આરોપી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. હવે આગળ પોલીસ આ આરોપી વિરુદ્ધ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું !!

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.