- અકસ્માત થયેલ ગાડીમા મુકેલ દોઢ કરોડ રૂપિયાની ચોરી થયાની ફરિયાદી
- પોલીસે 2 આરોપીની અટકાયત કરી મુદ્દામાલ રીકવર કર્યો
- ફરિયાદીએ ખુદએ જ કરી હતી ચોરી
- આરોપીએ જણાવ્યું કે પલટી ખાધેલી કારનો ક્રાઇમ સીન ક્રિએટ કરી દોઢ કરોડની લૂંટ
- પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કર્યા
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામની સીમમાં પલટી ખાઈ ગયેલ કારમાંથી દોઢ કરોડ ભરેલા બે થેલાની લૂંટ થવાના પ્રકરણમાં લુંટનુ તરખટ કરનાર યુવકે અન્ય સાગરીત સાથે મળી લૂંટનું તરકટ રચ્યાનું બહાર આવ્યું હતું જેને લઈને પોલીસે ૨ આરોપીની અટકાયત કરી મુદ્દામાલ રીકવર કર્યો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા જીલ્લા દલાની મુવાડી ગામની સીમમાં કાર લઈને પસાર થતા દરમિયાન ટ્રકથી બચવા જતા કાર પથ્થર સાથે ટકરાતા કાર પલટી મારી જતાં ગાડીમાં મુકેલ દોઢ કરોડ રૂપિયાની ચોરી લૂંટ થયાનું ફરિયાદીએ જણાવતા જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી. અને તાત્કાલિક દોઢ કરોડની લુંટ માટે તપાસ હાથ ધરી સ્થાનિકો અને લૂંટનો ભોગ બનનાર અશ્વિન પટેલ પાસેથી તમામ વિગતો એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ સાથે LCBમાં પૂછપરછ કર્યા બાદ બીજા દિવસે દોઢ કરોડની ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસને શંકા ગઈ હતી અને અશ્વિન અને તેના સાગરિત જ આરોપી છે અને હરસોલ રોડ પરના ખેતરમાં પૈસા ભરેલ થેલો સંતાડેલ છે તેવી પણ માહિતી મળી હતી. જેથી પોલીસે લુંટ નુ તરખટ કરનાર અને તેના સાગરિતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જેમાં સામે આવ્યું હતું કે, અમદાવાદના એક વેપારી કેપીન મહેતાએ તલોદના અશ્વિન પટેલ પાસે ધંધાના કામ અર્થે દોઢ કરોડ રૂપિયા મંગાવ્યા હતા. બેંકમાંથી રૂપિયા ઉપાડીને નિકળ્યા હતા અને લુંટ થયાની ફરિયાદ કેપીન મહેતાએ નોધાવી હતી. આમ તો મજરા તલોદ રોડ પર પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામની સીમમાં સાંજે પાંચેક વાગ્યે પલટી ખાધેલી કારનો ક્રાઇમ સીન ક્રિએટ કરી દોઢ કરોડની લૂંટ, ચોરી થયાનું તરકટ રચવાના મામલામાં બે શખ્સોએ જાતે જ કારને ઉંધી પાડી હોવાની LCBને જાણ થઈ હતી.
ત્યારે આરોપીની પુછપરછ કર્યા બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપીની પુછપરછ કરતા તેના મનમાં લાલચ જાગી હતી અને પોતાના મકાન નુ કામ ચાલુ છે અને ધંધાના કામે પણ પૈસાની જરૂર છે આ રકમ તેના માટે કામ લાગશે ત્યારબાદ તેનો ફોઈનો છોકરો પણ મળ્યો અને આ પૈસા આપડે આપવા ન પડે એટલે હુ જાતે જ અકસ્માત કરીશ અને બે લોકો લુંટ કરી ગયા છે તેવી સ્ટોરી બનાવીશ. એજ રાતે સ્ટોરી બનાવીને ઘટનાને અંજામ આપ્યો હતો પરંતુ લાલચ બુરી બલા હૈ ની જેમ સમગ્ર મામલો બહાર આવતા કાર લઈ જનાર અશ્વિન પટેલ અને ફોઈના દિકરાએ ઉભી કરેલી સ્ટોરી પકડાઈ જતા હાલ તો બંને ને પોલીસે જેલ હવાલે કરી એક મોબાઈલ, એક કાર અને રકમ સહિત ૧ કરોડ ૫૩ લાખ ૫ાંચ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.