સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ક્રાંતિકારી આદિવાસી ભીલ યોદ્ધા રાણા પૂજાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વિજયનગરમાં વનવાસી સમાજનો સૌથી મોટો કાર્યકમ આતરસુંબા આશ્રમ ખાતે યોજાયો હતો. જેમાં ક્રાંતિકારી આદિવાસી ભીલ યોદ્ધા રાણા પૂજાની જન્મ જયંતીને પગલે રાણા પૂજાને યાદ કરાયા હતા. ત્યારે આતરસુંબા આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજસ્થાન ડુંગરપુર નાં સાંસદ રાજકુમાર રોત સહિત આદિવાસી સમાજનો યુવા ચહેરો ચૈતર વસાવા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજ ઉપર થતા અત્યાચારો તેમજ આદિવાસી સમાજની માંગોને લઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય અને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી.

અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજને આજેપણ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મળતા લાભોથી વંચિત રહેતાં હોઈ છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ પણ અંતરિયાળ વિસ્તારમાં પહોંચી શકતા નથી જેને પગલે આદિવાસી સમુદાય સતત કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સામે લડત આપતો હોય છે. જોકે વિજયનગરના આતરસુંબા આશ્રમ ખાતે આયોજિત રાણા પૂજાની જન્મ જયંતી નિમિત્તે હજારોની સંખ્યામાં આદિવાસી સમુદાય એકઠો થયો હતો. જોકે મહત્વની બાબતે કહી શકાય કે છેલ્લા કેટલાક વર્ષોથી આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડોડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રાજ્ય સરકારના વિકસિત તેમજ વિકાસશીલ ગુજરાત સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

આજે પણ અંતરિયાળ વિસ્તારનો આદિવાસી સમુદાય આજે પણ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે અવારનવાર મોરચો સંભાળતો હોય છે જોકે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમુદાયને વિકાસથી વંચિત રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની વાત કરવામાં આવી છે. ચૈતર વસાવા આદિવાસી સમાજનો યુવા ચહેરો છે અને ખૂબ નાની વયે ડેડીયાપાડા વિધાનસભા સીટ પરથી ચુંટાઈ આવ્યાં છે. સરકાર દ્વારા એક તરફ વનવાસી જેવી વિવિધ યોજનાઓ થકી અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજ સૂધી પહોંચવાની વાતો કરવામાં આવી રહી છે. જોકે ક્યાંક ને ક્યાંક સરકારની યોજનાઓની સામે આદિવાસી સમાજ આજેપણ નારાજગી વ્યક્ત કરી રહ્યો છે.

આ સાથે સરકારની યોજનાઓથી મોટાભાગના આદિવાસી વિસ્તાર વંચિત જોવા મળી રહ્યા છે. ત્યારે ક્રાંતિકારી આદિવાસી રાણા ભીલની જન્મ જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં રાજુ રોત સાંસદ ડુંગરપુર, ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય કાંતિ રોત, દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી, ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી, બીપીન ગામેતી, એકતા પરિષદ પ્રેસિડેન્ટ ભવરલાલ પરમાર, વિજયનગર તાલુકા પંચાયત સદસ્ય સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજ રાણા પૂજા ભીલની જન્મ જયંતી ની ઉજવણી કરાઇ હતી….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.