સાબરકાંઠા સમાચાર
પ્રાંતિજ એપ્રોચરોડ થી રેલ્વેસ્ટેશન રોડ ઉપર ઠેરઠેર મસમોટા ખાડાઓ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ પર ત્રણ રસ્તાથી એપ્રોચરોડ રેલ્વેસ્ટેશન સુધી રોડ ઉપર ઠેરઠેર મસ્ મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન થયા છે ત્યારે તંત્ર પર સવાલો ઉઠ્યા છે .
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ થી રેલ્વેસ્ટેશન રોડમાં મોટા મોટા ખાડાઓ પડયા છે અને ખાડાઓને લઈને વાહન ચાલકો સહિત અવરજવર કરતા લોકોને મુશ્કેલીઓ પડે છે. કેટલીકવાર ખાડાઓમા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે . આ રોડ ઉપર નાની-મોટી અનેક કચેરીઓ તથા શાળાઓ કોલેજો સંસ્થાઓ તથા બેકો અને હોસ્પિટલો તથા સોસાયટીઓ પણ આવેલ છે . આ રોડ ઉપર દશ હજારથી પણ વધુ લોકોની અવરજવર કરે છે . રજુઆત બાદ પણ તંત્ર જાણે કોઇ મોટી જાનહાનિની રાહ જોવાતી હોય તેવુ હાલતો લાગી રહ્યુ છે તેવા લોકો દ્વારા આક્ષેપો લગાવાયા છે .
વાહન ચાલકો તથા આજુબાજુમા આવેલ સોસાયટીના રહીશોની માંગ છે કે આ રોડ ઉપર પડેલ ખાડાઓ પુરવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે .