વરસાદી વાતાવરણમાં ડુંગરાઓએ જાણે કે લીલી ઓઢણી ઓઢી લીધી
ભિલોડા તાલુકાના સુનસર ધોધમાર મેઘરાજા મહેરબાન થતા પ્રકૃતિ સોળે કરાએ ખીલી ઉઠી છે ત્યારે ડુંગરોએ જાણે કે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે કોઈ નવોઢાએ લીલું પાનેતર પહેરી હોય તેવી ભાસે છે પર્વતમારા પરથી પડતા પાણીનો ધોધ જાણે તરસી પ્રિયતમા રસ તરબોર કરતાં ખરેખર વહી ઝરણાં બની કુદરતનો નાદ સાથે લઈ વાતાવરણને અદભુત સૌંદર્ય આપી ઈશ્વરની માણસ જાત પરની કૃપાનો સંદેશો આપી રહ્યા છે
કુદરતની અપાર મહેરબાની ચોમાસામાં વરસાદ સ્વરૂપે વર્ષે જ છે સાથે સાથ પ્રકૃતિ પણ અવનવી રીતે ખીલી ઉઠી છે અને કુદરતની સુંદરતાને વિવિધ પ્રકારે રજૂ પણ કરે છે આંખોને ઠંડક આપતા દ્રશ્યો જોઈને માત્ર બેસી નથી રહેવાનું પરંતુ તેનું જતન પણ કરવાની ફરજ છે.