હિતેશ રાવલ, સાબરકાંઠા:
સાબરકાંઠા જિલ્લાના સહકારી રાજકારણમાં હાલ ઈડર સહકારી જિનમાં થઈ રહેલા કોમર્શિયલ માર્કેટના બાંધકામને લઇ ખેડૂતો અને જિનના ડિરેક્ટરો સામ સામે આવી ગયા છે. ઈડરની સહકારી જિનમાં 10 એકર જમીનમાંથી એક એકર જમીનમાં કોમર્શિયલ માર્કેટનું બાંધકામ કારવામાં આવી રહ્યું છે પણ માર્કેટ બને તે પહેલા જ ગંભીર આરોપો ઉઠતાં ચકચાર મચી જવા પામી છે. આ દુકાનો કોઈ સભાસદ કે મંડળીઓના ચેરમેનને વિશ્વાસમાં લીધા વગર પોતાના મળતીયાને વેચી મારવાનો આક્ષેપ કારવામાં આવ્યો છે.
આ બાબતે ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ ખેડૂતોની જિન ખાતે મિટિંગ યોજાઈ હતી અને આ માર્કેટનું કામ બંધ કરવા ઇડર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું પણ તેમ છ્તા હજુ સુધી કામ બંધ ના કરાતા ઉલટાનું ખેડૂત આગેવાન પર પોલીસમાં રજુઆત કારવામાં આવી છે. જેના કારણે મામલો વધુ બીચકાયો છે. જેને લઈ આજે ફરી ઇડરના નવા માર્કેટયાડ ખાતે ખેડૂતોની મિટિંગ યોજાઈ હતી
આજરોજ યોજાયેલી બેઠકમાં ખેડૂત આગેવાનો ઉપરાંત જિનના ડિરેક્ટરો પણ હાજર રહ્યા હતા. ખોટી રીતે જમીન પચાવી દુકાનો વેચવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો જેની સામે જિનના ડિરેક્ટરો વતી અશોકભાઇ પટેલે બેઠકમાં હાજરી આપી બંને પક્ષોના આગેવાનો અને ડિરેક્ટર, ચેરમેન સાથે પરામશ કરી સુખદ સમાધાન થાય તેવા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.
હાલ તો ઇડર સહકારી જિનમાં મામલો ગરમાયેલો છે. જિલ્લાના ખેડૂત આગેવાનો આગળ આવી આ મુદ્દાનો ખેડૂત લક્ષી સમાધાન કરાવે તેમ તાલુકાના ખેડૂતો ઈચ્છી રહ્યા છે. આ સમાધાન ન થાય તો આગામી સમયમાં મોટું આંદોલન પણ થઈ શકે છે..!!