- લગ્ન પ્રસંગનાં 36 મહેમાનોને લઈ જતી ખાનગી બસમાં લાગી વિકરાળ આગ
- પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે ટ્રાવેલર્સમાં લાગી આગ
- સુરત થી ઉદેપુર જતી ટ્રાવેલર્સનુ ટાયર ફાટતા જ ટ્રાવેલર્સ માં લાગી આગ
- ટ્રાવેલર્સ માં બેસેલ 40 મુસાફરો ને હાઈવે ટ્રાફિકના જવાનો દ્વારા બહાર નિકાળી બચાવ્યા.
- પ્રાંતિજ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો
- હાઈવે ટ્રાફિકના જવાનો તાત્કાલીક પહોચી મુસાફરો ને બચાવ્યા
- સદ્દનીશીબે મોટી જાનહાની ટળી
- આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
- Sabarkantha નાં પ્રાંતિજ નજીક ખાનગી બસમાં લાગી ભીષણ આગ
- લગ્ન પ્રસંગનાં મહેમાનોથી ભરેલી બસ આગની જ્વાળામાં બળીને ખાખ થઈ
- સમય રહેતા ઉતરી જતાં તમામ મુસાફરોનો આબાદ બચાવ
- મહેમાનોનાં કિંમતી કપડાં અને ઘરેણાં સહિતનું નુકસાન
સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) પ્રાંતિજ નજીક મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, સમય રહેતા તમામ મુસાફરો બહાર ઉતરી જતા મોટી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
લગ્ન પ્રસંગનાં મહેમાનોથી ભરેલી બસમાં અચાનક ભભૂકી આગ
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજનાં કતપુર ટોલ પ્લાઝા પાસે સુરત થી ઉદયપુર જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો જ્યારે બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જો કે, સદનસીબે સમય રહેતા તમામ મુસાફરો બસમાંથી ઉતરી જતાં જાનહાનિ ટળી હતી. પરંતુ, આગની જ્વાળાઓમાં બસ બળીને ખાખ થઈ ગઈ છે.
આગ લાગવાનું કારણ અકબંધ
આ ગોઝારી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને ટ્રાફિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર, ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. પોલીસ તપાસ અનુસાર, ડેસ્ટિનેશન વેડિંગ માટે મહેમાનોને લઈ બસ સુરત જઈ રહી હતી. અંદાજે 36 મુસાફરો બસમાં સવાર હતા. બસમાં મહેમાનોનાં કિંમતી કપડાં અને ઘરેણાં સહિતનો સામાન બળીને ખાખ થયો છે. બસમાં આગ કયાં કારણોસર લાગી તે અંગેની માહિતી હાલ સામે આવી નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.