સાબરકાંઠા સમાચાર
રાજસ્થાનના રાણકપુર ખાતે મારવાડી હોર્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સમગ્ર દેશમાંથી લોકો પોતના ઘોડા તેમજ ઘોડીને રેસમાં ઉતાર્યા હતા. આ હોર્સ શો માં આપણું ગુજરાત પણ પાછું પડ્યું નથી આપણે વાત કરીએ ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેર ખાતે આવેલ જ્વાલા સ્ટડ ફાર્મની જેમાં એક બ્રાહ્મણ પરિવાર વર્ષોથી ઘોડા તેમજ ઘોડી રાખવાનો અનોખો શોખ ધરાવે છે.
જો આ પરિવારની વાત કરવામાં આવે તો ધ્રુવ જીજ્ઞેશભાઈ જોષીને પહેલેથી જ ઘોડા તેમજ ઘોડીનો અનોખો શોખ તેમને તેમના પિતાજી પાસેથી વારસામાં મળ્યો હતો. તેમના પિતાજી જીગ્નેશભાઈ જોશી પણ ઘોડો રાખતા હતા ત્યારે આ વારસાગત શોખને જાળવી રાખી તેમના ફાર્મ હાઉસ પર એક જ્વાલા હોર્સ સ્ટડ ફાર્મ હાઉસ બનાવ્યું અને તેમાં હોર્સ રેસિંગ માટે ઘોડાઓને ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું હતું અને ત્યારબાદ રાજસ્થાનના રાણકપુર ખાતે મારવાડી હોર્સ શોમાં તેમની બે ઘોડી રેસિંગમાં ઉતારી હતી જેમાં જ્વાલા નામની ઘોડી પહેલા નંબરે વિજેતા થઈ અને બીજી ઘોડી ગજની બીજા નંબરે વિજેતા બનતા સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હતુ.
સંજય દિક્ષિત