સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે આ કેસ સાત જજોની લાર્જર બેન્ચને સોંપવાનો બહુમતીથી નિર્ણય કર્યો
કેરલના સુપ્રસિઘ્ધ સબરી માલા મંદીરમાં રજસ્વ્રલા મહિલાઓના પ્રવેશને લઇને દાખલ પુન: વિચાર અરજીઓ પરના ફેસલો માટેનો આ કેસ લાર્જર બેંચમાં સોંપી દેવાયો છે.
સુપ્રિમ કોર્ટે આ અંગે ગુરુવારે ચુકાદો સંભળાવવાનો હતો પરંતુ પાંચ ન્યાયમુર્તિઓની ખંડપીઠે જણાવ્યું હતું કે કે પરંપરાઓ ધર્મના સર્વમાન્ય નિયમો મુજબ હોય અને આગળ સાત ન્યાયમૂર્તિઓની ખંડપીઠ આ અંગે પોતાનો ચૂકાદો સંભળાવશે જો કે સાથે સ્પષ્ટતા કરી છે કે સબરીમાલા મંદીરમાં અત્યારે કોર્ટના અગાઉના ચુકાદાઓ મુજબ મહીલાઓનો પ્રવેશ ચાલુ છે.
સુપ્રિમ કોર્ટે ર૮મી સપ્ટેમ્બર ૨૦૧૮ના નિર્ણયને બરકરાર રાખી સબરીમાલા મંદીરમાં મહિલાઓનો પ્રવેશ ચાલુ રાખ્યો છે. કોર્ટ આ મુદ્દા પર પાંચ ન્યાયમુર્તિઓ અને અન્ય બે ન્યાયમુર્તિઓ વચ્ચે મત વિભાજન થયું હતું. પાંચ ન્યાયમૂર્તિઓની આ ખંડપીઠમાં બે ન્યાયમૂર્તિઓએ પુન: વિચાર અરજીને રદ કરવાનો પક્ષ લીધો હતો. પરંતુ અન્ય ન્યાયધીશોઓએ આ મુદ્દાને લાર્જર કોર્ટ સમક્ષ મોકલવાનો નિર્ણય બહુમતિને આધારે સ્થાપિત કર્યો હતો.
મંદિરમાં મહિલાઓના પ્રવેશના આ કેસમાં ન્યાયમૂર્તિ આર.એસ. નરીમાન અને ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડનું વલણ અલગ હતું. તેમનું માનવાનું હતું કે સુપ્રિમ કોર્ટોનો નિર્ણય માનવા માટે તમામ બાહ્ય ગણાય. અને તેનો કોઇ વિકલ્પ નથી બે ન્યાયમૂર્તિઓનું કહેવાનું હતું કે બંધારણ્ય મુલ્યોને આધારે જ ચૂકાદો આપવામાં આવ્યો છે. અને સરકારે આ માટે યોગ્ય પગલાં ભરવાં જોઇએ.
સબરીમાલા કેસ અંગે ચૂકાદો આપતા સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે આ કેસની અસર મંદીર સુધી નથી. પરંતુ મસ્જીદોમાં મહીલાઓના પ્રવેશ અને અગિયારીમાં પારસી મહિલાઓનું પ્રવેશ પર પણ પડશે. પોતાના ચુકાદા દરમિયાન સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ હતું કે પરંપરાઓ ધર્મના સર્વમાન્ય નિયમ મુજબ હોવી જોઇએ હવ આ કેસ મહા સમીતી ખંડપીઠ પાસે ગયા બાદ મુસ્લિમ મહીલાઓના દરગાહ અને મસ્જીદોમાં પ્રવેશ માટેની અરજીઓ પર પણ સુનાવણી કરવામાં આવશે. અને આવા પ્રકારના તમામ પ્રતિબંધોને ઘ્યાનમાં રાખીને વ્યાપક પ્રમાણમાં ચુકાદો આપવામાં આવશે.
કેરલના સુપ્રિઘ્ધ સબરીમાલા મંદીરમાં મહિલાઓના પ્રવેશ પર સુપ્રિમ કોર્ટે ૨૦૧૮માં જ ચુકાદો સંભળાવી દીધો હતો કોર્ટે ૧૦ થી ૫૦ વર્ષની મહિલા ઓને મંદીરમાં પ્રવેશની અનુમતી આપી દીધી હતી. કોર્ટના આ ચુકાદા પર કેટલીયે પુન:વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી સુપ્રિમ કોર્ટ કુલ ૬૫ અરજીઓ પર પોતાનો ચૂકાદો આપ્યો છે. જેમાંથી ૫૬ પુન: વિચાર અરજી અને ૪ નવી અરજી અને પ ટ્રાન્સફર અરજીઓનો સમાવેશ થાય છે.
સબરીમાલા મહીલા પ્રવેશ અંગેના આ કેસ અંગેની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઇ, ન્યાયમૂતિ આર.એફ. નરીમાન, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર, ન્યાયમુર્તિ ડી.વાય.ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ ઇન્દુ મલ્હોત્રા ચલાવી રહ્યા છે. આ બેંચે છ ફેબ્રુઆરી એ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
આ ખંડપીઠમાં બહુમતિ ન્યાયધીશોએ સબરીમાલા કેસમાં બંધારણના આમુખને સર્વોપરી ગણવાનું વલણ અપનાવ્યું હતું. સબરીમાલા કેસ તમામ ધર્મની મહિલાઓને અસરલ કરશે.