કેરલમાં  સબરીમાલા દર્શન કરવા માટે બેઝ કેમ્પ પર પોહચી પરંતુ આ 11 મહિલાઓ ભારી વિરોધ પ્રદસન ના કારણે દર્શન કરી શકી નઇ. આ બધી મહિલાઓ ચેન્નઈ થી સબરીમાલા મદિરમાં દર્શન કરવ રવિવારે રાત્રે 3:30 વાગ્યે પોહચી હતી.

પરંતુ પાંબા બેઝ પર મોટી સંખ્યામાં પ્રદરર્શનકર્તા જમા થઈ ગ્યાં અને  ભજન ગાવા લાગ્યા, અને રસ્તા પર સૂઈ ગ્યાં. જેના કારણે આ જગ્યાએ પોલીસ દળ બોલાવી પડી.એવામાં ફરી પછી બે મહિલાઓ મંદિરમાં દર્શન કરવા માટે પોહચી હતી.પરંતુ તેમણે પણ દર્શન કરવા દીધા નહીં. પ્રદરર્શનકર્તાઓએ તે મહિલાઓને અપાચીમેડુંમાં જ રોકી લેવામાં આવી.અહીથી સબરીમાલા મંદિર લગભગ 2 કિમી દૂર છે.અને આ બંને મહિલાઓને નિરાસ થઈને પાછું ફરવું પડ્યું.

રવિવારના રોજ ચેન્નઈથી કેરલ સબરીમાલાના મંદિરની દર્શન કરવા આવતી 11 મહિલાઓ મનિથી સંસ્થાના કાર્યકરો છે, જે મહિલાઓ અને બાળકોના સુખાકારી માટે કામ કરે છે. આ 11 મહિલાઓમાં 7 મહિલાઓ શ્રધ્ધાળુ હતી. અને તેમાં ત્રણ કાર્યકર્તા હતી. મનિથી સંસ્થાના સેલ્વી માનો કહ્યું કે અમે કેરળના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમની પાસેથી પોલીસ સુરક્ષા માંગી છે, અમને જવાબ આપવામાં આવ્યો છે કે તેઓ આ પ્રાર્થના પત્ર સંબંધિત અધિકારીને મોકલાશે.

પ્રદરર્શનકર્તાઓને હંગમાને જોઈને રવિવારે આખા વિસ્તારમાં કલમ 144 લાગુ કરી હતી.તો પણ પ્રદરર્શનકર્તા આ જગ્યાએથિ જાવા માગતા નહતા.વારમ વારમ પોલીસની આપીલો કરવાથી પ્રદરર્શનકર્તા ન હટયા તેથી બળનો પ્રયોગ કરવો પડ્યો અને 2 પ્રદરર્શનકર્તાની સામે  ગુનો દાખલ કરવાંઆ આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.