સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતનાની ઉપસ્થિતિ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગના વિભાગીય નિયામક જીઓ શાહ અને પરિવહન અધિકારી પીલવાયકર તેમજ ડેપો મેનેજર બીડી રબારી, હેડ મિકેનીક ઉમેશભાઇ પરમારના સાથ સહકારથી વેરાવળ દ્વારકાધીશ હવેલી સોમનાથ ટ્રસ્ટ અને મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેને સ્વ.સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા સમેતીના માધ્યમથી નાથદ્વારાની એસ ટી બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી હતી, જેમાં ગુજરાત એસ.ટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય સમર્થન આપી સોમનાથ નાથદ્વારા રૂટની એસ ટી બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે સવારે 10.55 કલાકે સોમનાથ ઉપડશે અને વહેલી સવારે મંગળા આરતીના સમયે પહોચશે ત્યારે સોમનાથ થી આજે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને પુજારીના મંત્રો ચાર સાથે વિધિવત પ્રસ્થાન કરેલ, જેમાં એસ્ટેટ ઓફિસર સુરેન્દ્રસિંહ જાડેજા સહીત વેરાવળ દ્વારકાધીશ હવેલી હવેથી ના ટ્રસ્ટી લોક જાગૃતિ મંચના દીપકભાઈ તિલાવત લોહાણા સમાજના સામાજિક કાર્યકર અનિશ રાછ અને રાજશ્રી મિના પંજાબી મુંબઈ પ્રેરિત સ્વ.સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતીના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર બસના ડ્રાઈવર રાજેશ નિમાવત અને પિ આર ડાકિ તેમજ કંડક્ટર પ્રવીણએ વાળાની ઉપસ્થિતિમાં પ્રારંભ કર્યો હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું.