‘અબતક’ની મુલાકાતમાં આયોજકોએ કરાઓકે ટ્રેક પર ‘તુમ મુઝે યુ ભૂલા ના પાઓંગે” કાર્યક્રમની આપી વિગતો
રાજકોટની કલારસિકપ્રેમીઓ માટે એસ.એચ.મ્યુઝીક ગ્રુપ દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે. ‘અબતક’ની મુલાકાતમાં સંજયભાઇ ટાંક, ડો.કિંજલબેન પરમાર, વિપુલભાઇ પરમાર અને ધ્રુવભાઇ કાનાબારે કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટના એસ.એચ.મ્યુઝીક ગ્રુપના હીના ટાંક તેમજ સંજય ટાંક દ્વારા આયોજિત આગામી તા.11.03.2023 ને શનિવારે રાત્રે 09:00 વાગ્યે હેમુગઢવી ઓડિટોરિયમ (મુખ્ય હોલ)માં કરાઓકે મ્યુઝીકલ ઇવેન્ટ “તુમ મુઝે યુ ભલા ના પાઓગે” આયોજન લોકો માટે કરવામાં આવ્યુ છે.
એસ.એચ.મ્યુઝીક દ્વારા સૌ પ્રથમવાર કરાઓકે ટ્રેક પર પ્રોફેસન્નલી કાર્યક્રમ અપાઇ રહ્યો છે, હરવખત લાઇવ ઓરકેસ્ટ્રા સાથે જ કાર્યક્રમો યોજાતા હોય છે, રાજકોટના સંગીતપ્રેમી લોકોની શનિવારની રાત સુરમઇ બની રહે સહપરિવાર સંગીતની મજા માણી શકે તે હેતુથી એસ.એચ.મ્યુઝીક ગ્રુપના સંજય ટાંકની સાથે ડો. કિંજલ પરમારે તેમજ વર્ષ 2022 માં કરાઓકે ટ્રેક પર 101 સિંગરોના 101 ગીતો રજૂ કરી, એશિયા બૂક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ અગ્રેસર નોંધાવેલ છે. પોતાની કળા પ્રસ્તુત કરશે તેમજ કાર્યક્રમનુ સંચાલન કોમલબા જાડેજા સંભાળશે.
આ મ્યુઝીકલ ઈવેન્ટમાં ડો. કિંજલ પરમાર દ્વારા પાંચ ભાષાઓમાં (સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, બંગાળી, કન્નડ) ગીતો રજૂ કરવામાં આવશે.
આ મ્યુઝીકલ ઇવેન્ટમાં લતા મંગેશકર, મુબારક બેગમ, ગીતા દત્ત, આશા ભોસલે, સોનાલી વાજપાઈ, મધુશ્રી, મોનાલી ઠાકુર, શ્રેયા ઘોષાલ, કે.એસ.ચિત્રા, સ્વર્ણલથા, જમ્પિંદર નરૂલા તેમજ મો.રફી, હેમંતકુમાર, કિશોરકુમાર, ડો. કે.જે.યશુદાસ, એસ.પી.બાલાસુબ્રમનિયમ, શબ્બીર કુમાર, હરિહરન, કુમારસાનું, અભિજીત દ્વારા ગવાયેલા જૂના-નવા ગીતો એકધારા (નોન સ્ટોપ) રજૂ કરવામાં આવશે.
એસ.એચ.મ્યુઝીક ગ્રુપના સંજય ટાંક દ્વારા આ કાર્યક્રમ વિનામુલ્યે હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે આગળની ત્રણ લાઇન છોડી પોતાનું સ્થાન ગ્રહણ કરવા અનુરોધ કરાયો છે. આજ રોજ તા.11.03.2023 ને શનિવા2ે હેમુગઢવી મુખ્ય હોલમાં રાત્રે 09:00 કલાકે “તુમ મુઝે યુ ભૂલા ના પાઓગે” રજૂ થશે. જેમાં એસ.એચ.મ્યુઝીક ગ્રુપના કલાકારો એક અલૌકિક સંગીતની દુનિયાની સફર કરાવશે તો તેનો લાભ લેવા હિનાબેન ટાંક અને સંજયભાઇ ટાંકે કલારસિકોને આહવાન કર્યું છે.