- સ્વનિર્ભર શાળા, મનપા અને ગીરગંગા ટ્રસ્ટના સહયોગથી પાણી સમસ્યાને અપાશે માત: ડી.વી.મહેતા
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સામાજિક, સેવાકીય, સાંસ્કૃતિક અને પર્યાવરણી જાળવણી માટે કાર્ય કરવા હંમેશા અગ્રેસર રહે છે. વર્તમાન સમયમાં ભારત દેશના ઘણા શહેરો અને રાજ્યોમાં જળસંકટની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે એક સામાજિક જવાબદારીના ર્ભાગરુપે તેમજ પ્રકૃતિના સંંવર્ધર્ન માટે જળ સંચય અભિયાન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ અભિયાનને સફળ બનાવવામાં રાજકોટ મહાનગરપાલિકા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો સહયોગ સાંપડી રહ્યો છે.
આ અભિયાન અંગે વધુ માહિતી આપતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેના જણાવે છે કે આપણે જાણીએ છીએ, વાંચીએ છીએ કે બેંગ્લોર જેવું શહેર કે જ્યાં કાવેરી જેવી નદી, શહેરમાં અનેક તળાવો અને પાણીના સ્ત્રોત હોવા છતાં પણ આજે સમગ્ર શહેર પાણીની સમસ્યાનો ખૂબ જ ગંર્ભીર રીતે સામનો કરે છે. ફક્ત બેંગલોર જ નહીં પણ દેશના અનેક શહેરોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દેશના લાખો ગામડાઓ પણ જ્યારે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે ર્ભૂગર્ભ જળના સ્તરનું લેવલ ઉપર આવે અને દરિયામાં વહી જતુ વરસાદનું પાણી જમીનમાં અંદર ઉતરે અને આપણું ર્ભુગભ જળનું સ્તર વધુ ઉપર આવે અને ર્ભૂગર્ભમાં વર્ધુ અને વર્ધ જળો સંગ્રહ થાય તે ઉદ્ેશ્યથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ જળ સંચય અભિયાન અંતર્ગત પ્રથમ વર્ષે મંડળની 500 થી વર્ધુ શાળાઓમાથીં 100 જેટલી શાળાઓમાં બોર રિચાજીંગનું કામ હાથ ધરવામાં આવશે. તે સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કે જેના રાજકોટ જિલ્લામાં દોઢ લાખથી વધારે વિઘાર્થીઓ- વાલીઓના ઘર સંકળાયેલ છે. ત્યારે તમામ વાલીઓને અપીલ કરી અને તેમના ઘરોમાં પણ બોરનું રિચાર્જ થાય એવું આ અભિયાન અંતર્ગત હાથ ધરવાાં આવનાર છે. આ અભિયાનમાં રાજકોટ મહાનગરપાલિકા ટેકનીકલ સહયોગ આપશે. જેના માઘ્યમથી ભૂગર્ભજળનું સ્તર કયા વિસ્તારમાં કેટલું નીચું છે એ જાણી શકાશે અને એના આધારે ઊંડાઇ કેટલી કરવી તે નકકી થઇ શકશે. આ ઉપરાં ગીગ ગંગા પરિવાર ટ્રસ્ટ કે જે જળસંચય માટે મહા અભિયાન ચલાવી રહેલ છે. ગીગ ગંગા પરિવાર ટ્રસ્ટના આ જળસંચય અભિયાનમાં તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી આપશે. ભૂગર્ભ રિચાર્જ કે જેમાં લગભગ 1પ0 થી ર00 ફુટનો બોર, તેમાં ઉતારવાનો પાઇપ તેના ઉપરની કુંડી અને મેન હોલ એ તમામ પ્રકારની વ્યવસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ પોતાના સંપર્ક દ્વારા જુદી જુદી એજન્સીઓ સાથે સંકલન કરી અને એકદમ ઓછી કિંમત કરી આપવા માટે કટિબઘ્ધ છે.
રાજકોટ શહેરની ગ્રાન્ટેડ, સરકારી કે કોર્પોરેશનની તમામ શાળાઓને આ અભિયાનમાં જોડાવા ખાસ અપીલ કરવામાં આવે છે. આ અભિયાનમાં જોડાઈને તમારી શાળામાં આજે જ બોર રિચાર્જ કરી ભુગર્ભ જળનું સ્તર ઉપર લઈ આવવામાં સહયોગ આપો. આ સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ શહેરના તમામ વાલીઓને પણ અપીલ કરે છે આપનું મકાન, એપાર્ટમેન્ટ, સોસાયટી, કારખાનું, વ્યવસાયનું સ્થળ જે પણ જગ્યાએ બોર રિચાર્જીંગની સંભાવના હોય ત્યાં બોર રિચાર્જ કરાવો અને ખાસ કરી અને નાના રોડ અને નાની શેરીઓમાં પણ પોર્ટેબલ બોરિંગ મશીન દ્વારા બોર કરી આપવામાં આવશે. ત્યારે રાજકોટ શહેરના તમામ લોકો આ મહા અભિયાનમાં પોતાનો સહયોગ આપે તેવી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અપીલ કરવામાં આવે છે. આ અભિયાનમાં જે શાળાઓ અને શહેરના કોઇ પણ લોકો જોડાવા માગતા હોય એ લોકો જણાવેલ ગુગલ ફોર્મની લીંક (https://forms.gle/kiCTwvLHayDz1RDS8) દ્વારા અથવા સંપર્ક નંબર +91 94096 92693 અને +91 94084 14568 પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવે જેથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ગીરગંગા પરિવાર આપનો સંપર્ક કરી અનુકૂળ સમય અને અનુકુળ દિવસે બોર રિચાર્જીંગનું કામ કરી આપશે.
આ અભિયાનમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ, મેહુલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ છોટાળા, દિલીપભાઈ સખિયા, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, દિનેશભાઈ વોરા અને પ્રતાપભાઈ પટેલ વગેરે લોકો પણ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. આ જળ સંચય અભિયાનમાં જોડાઈને પર્યાવરણનું સંરક્ષણ કરવા તમામને જોડાવા હાર્દિક અપિલ કરવામાં આવે છે.