- સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા
- પ્રિ-પ્રાયમરીથી માંડી યુનિવર્સિટી સુધીની સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર લાવવા માટે નવીનતમ પહેલ
શિક્ષણ જગતના સર્વાગી વિકાસ માટે વર્કશોપ, સેમિનાર, ટોક-શો, શોર્ટ ફિલ્મ થકી સંદેશો તેમજ મનોરંજન પીરસાશે
રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય 800થી વધારે શૈક્ષણીક સંસ્થાઓ થશે સહભાગી: 300થી વધારે સ્ટોલ બનાવાયા
અબતક, રાજકોટ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ અનેકવિધ શૈક્ષણિક, સામાજીક, સાંસ્કૃતિક, સેવાકીય અને લોકજાગૃતિના કાર્યક્રમો દ્વારા સતત સમાજના સર્વાગી વિકાસ માટે કાર્યરત રહેતુ એક મજબુત સંગઠન છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંચાલકોને સાથે રાખીને ચાલનાર રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સંભવત: ભારતમાં પ્રથમ વખત રાજકોટના આંગણે એસ.એફ. એસ. એજયુ એકસપો 2025નું ભવ્ય આયોજન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા. 1 થી પ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જેમાં 300 થી વધારે સ્ટોલ 800 થી વધારે શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી તથા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના અનેક મહાનુભાવો ઉ5સ્થિત રહેનાર છે.
આ એકસ્પોમાં પાંચ વિશાળ ડોમમાં 300 જેટલા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવશે. જેમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા સંસ્થાઓ, શિક્ષણ જગતની આનુસંગિક સેવાઓ પુરી પાડનાર અનેકવિધ એજન્સીઓ, કંપનીઓ અને સંસ્થાઓ પણ આયોજનમાં ભાગ લેનાર છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓના પ્રતિનિધિ મંડળના સભ્યો અને નિષ્ણાંતો પણ આ પાંચ દિવસીય મહાકુંભમાં ઉ5સ્થિત રહેનાર છે. પાંચ દિવસ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપ, બી ગ્રુપ, વાણિજય પ્રવાહ, આર્ટસ ક્ષેત્રે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કયા પ્રકારે કરી શકાય તે માટે નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓને કેરિયર કાઉન્સીલીંગ અને વ્યકિતગત માર્ગદર્શન આપવામાં આવનાર છે.
આ તમામ પ્રવૃતિઓ માટે પ્રદર્શન સ્થળ ઉપર નાલંદા ક્ધવેન્શન સેન્ટર, તક્ષશિલા ક્ધવેન્શન સેન્ટર, ડો. વિક્રમ સારાભાઇ એકિટવીટી સેન્ટર તેમજ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ એકિટવીટી સેન્ટર જેવા વિશાળ ડોમનું નિર્માણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં અને તેમના માઘ્યમથી સમાજમાં જુદી જુદી સામાજીક, માનસિક, પ્રાકૃતિક જાગૃતિઓ કેળવવા માટે શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં અત્યંત સંવેદનશીલ વિષયો જેવા કે યુ આર નોટ અલોન, સે નો ટુ એડિકશન:, સેવ અર્થ, કલીનલીનેસ ઇસ નેકસ્ટ ટુ ગોડલીનેસ એટલે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ટ્રાફીક અવેરનેસ જેવા પાંચ જુદા જુદા મુદાઓ ઉપર વિદ્યાર્થીઓ માટે શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા રાખવામાં આવેલ છે.
આ સમગ્ર કાર્યક્રમમાં સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડી.વી. મહેતા, મહામંત્રી પરિમલભાઇ પરડવા, ઉપપ્રમુખ સુદીપભાઇ મહેતા, કારોબારીના શ્રીકાંત તન્ના, વિશ્ર્વા કલબના પ્રફુલભાઇ પરાગભાઇ તન્ના, ધવલભાઇ ઠેસિયા, ડિમ્પલબેન મહેતા, ધવલભાઇ મોદી, જીમીલભાઇ પરીખ, બ્રીજ મોહન યાજ્ઞીક, નિલેશ અંકલેશ્ર્વરીયા, મનીષભાઇ પારેખ, ચેતસભાઇ ઓઝા, ડો. જતીન જાની, મનીંદર કૌર કેશપ, દર્શનભાઇ પરીખ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ ઉપરાંત આ સમગ્ર કાર્યક્રમને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ, મહામંત્રી અજયભાઇ પટેલ, મેહુલભાઇ પરડવા તથા કોરકમીટી તેમજ કારોબારીના સદસ્યો તેમજ મંડળની શાળાઓના તમામ600 થી વધારે સંચાલકોનો ભરપુર સહયોગ સાંપડી રહ્યો છે.
તમે એકલા નથીની સાંત્વના આપતો શૈક્ષણિક મહાકુંભ એટલે એસએફએસ એજ્યુકેશન એક્સ્પો: ડી .વી મહેતા
પત્રકાર પરિષદ સબંધતા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી વી મહેતાએ જણાવ્યું હતું કે ભારતમાં સર્વ પ્રથમ વખત શૈક્ષણિક મહાકુંભ એસએસ એજ્યુકેશન 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ એકસ્પોના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે એક ઉત્કૃષ્ટ સામાજિક સંદેશનો પ્રચાર અને પ્રસાર થનાર છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં ચિંતા, ભય, ગ્લાની, એકલતા, તથા ચીડીયાપણું જેવી અનેક પ્રકારની માનસિક સમસ્યા જોવા મળે છે અને તેના કારણે અનેક વિધાર્થીઓ અંતિમ પગલું પણ ભરી લેતા હોય છે. ત્યારે શિક્ષણ જગતના આ મહાકુંભના માધ્યમથી તેમનમાં આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા અને આત્મબળ પુરુ પાડવાના ઉદ્દેશ્યથી ’યુ આર નોટ અલોન’ એટલે કે આપ એકલા નથી, સમગ્ર શિક્ષણ જગત, વાલીગણ, શિક્ષકો, શાળા સંચાલકો, મિત્રો અને સમાજ તમારી સાથે છે- આ સંદેશો ફેલાવવામાં આવશે. પાંચ દિવસીય એકસ્પો દરમિયાન આ સંદેશો વિવિધ પ્રકારના કાર્યક્રમના માધ્યમથી સમાજના દરેક વિદ્યાર્થી સુધી લઈ
જવાની આયોજકોની નેમ છે. આ એજ્યુકેશન એક્સપો થકી શિક્ષક ભવન ના બીજ રોપાશે. પ્રી પ્રાઇમરિથી યુનિવર્સિટી સુધી નહીં સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર લાવવાનું મુખ્ય હેતુ છે રહેલો છે ઠેર ઠેર લગાવેલા “યુ આર નોટ અલોન”ના સૂત્ર થકી વિદ્યાર્થીઓમાં નવી ચેતના નું સર્જન થશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પરિવહનની પણ સુવિધા કરવામાં આવી છે આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી તેમજ ખ્યાતનામ નિષ્ણાંતો થકી વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પર લાવવા માટે સુંદર આયોજન કરેલ છે.