મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે મહત્વ પૂર્ણ જાહેરાત કરી છે, કે રાજ્ય માં PET પ્લાસ્ટિક બોટલ્સ ના રિસાયક્લિંગ દ્વારા રી યુઝ માટે રાજ્યમાં નગરો ગામો માં 25હજાર થી વધુ બોટલ વેન્ડિંગ મશીન RVM. સરકાર મુકશે. 50 માઈક્રોન થી ઓછા પ્લાસ્ટિક ના વપરાશ ઉત્પાદન પર નિયમન અંગે ઉત્પાદકો સાથે પરામર્શ કરી યોગ્ય નિર્ણયો કરવાની નેમ મુખ્યમંત્રી એ વ્યક્ત કરી હતી.
વિજયભાઈ એ રાજ્યમાં 11 જૂન સુધી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન 400 નગરો માં લોક સહયોગ થી શરૂ કરવાની ઘોષણા કરતા કહ્યુકે સુજલામ સુફલામ અભિયાન માં નદીઓ વોકળા નહેરો ની સફાઈ બાદ હવે આ અભિયાન થી ગુજરાત ને કચરા મુક્ત કરી ચોમાસા માં વરસાદી પાણી માં ભળતો કચરો અટકાવવો છે.. તેમણે રાજ્યના ગામો ના તળાવો શુદ્ધિકરણ ની રાજ્યવ્યાપી સ્પર્ધા યોજીને જે ગામો તળાવો શુદ્ધતા માં અગ્રેસર રહેશે તે ગ્રામ પંચાયતો તાલુકા પંચયતોને પુરસ્કાર અને વિકાસ કામો માટે વધુ ગ્રાન્ટ ફાળવાશે તેવી જાહેરાત પણ કરી હતી.. નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને રાજ્ય મંત્રી મંડળ ના મંત્રીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.