લગ્ન જીવન સ્થિર પસાર થાય એવું ભાગ્યે જ બનતું હોય છે. અને મોટા ભાગે લગ્ન સંસારમાં ઉતાર ચડાવ આવતા રહેતા હોય છે. એમાં પણ પત્નીની વાત કરીએ તો તેને સવારથી ઉઠતાની સાથે જ તેની ડ્યુટી શરુ થયી ગયી હોય છે જેમાં બાળકો, પરિવાર, પતિ, ઘર અન વહેવાર એમ અનેક જવાબદારીઓ સાથે આખો દિવસ પસાર કરવાનો હોય છે અને કદાચ એ તેની રોજની દિનચર્યા બની હોય છે. અને આખો દિવસ આ રીતે વ્યસ્તતામાં પસાર કરવાથી તેને માનસિક તણાવમાંથી પણ પસાર થવાનો વારો આવે છે. અને તેની અસર તેના વ્યવહારમાં પણ દર્શતી હોય છે. જેમ કે વારંવાર ગુસ્સો આવવો, રિસાઈ જવું વગેરે. તો આ પરિસ્થિતિની સમજી અને તેને તણાવમુક્ત કરવા માટે કેટલીક બાબતો અનુસરવિ જરૂરી છે .
પત્નીને આરામ આપો…
ઘર સાચવવું એ કોઈ સરળ કામ નથી અને આખો દિવસ તેમાં જ વ્યસ્ત રહેવાના કારણે પત્ની થાકી પણ જતી હોય છે, તેવા સમયે તેને આ કામમાંથી ક્યારેક ક્યારેક રાજા આપવી જોઈએ અથવા તો તેની સાથે રહી તેના કામમાં મદદરૂપ થવું જોઈએ.
કઈ વાતથી ગુસ્સો છે એ જાણો…
જ્યારે પત્ની ગુસ્સામાં છે તો પહેલા તમે તમારી જાતને પૂછો કે આવું ક્યાં કારણોથી થાય છે, ત્યાર બાદ પત્નીને પૂછો સત્ય વીશે. અને પછી તેની સમસ્યાનું નિરાકરણ લાવો , સાથે સાથે એવું પણ ધીમેથી સમજાવો કે વાત વાતમાં આ રીતે રિસાઈ ન જવાય. આ ઉપરાંત જો તમને તમારી ભૂલ જણાય તો તેની માફી પણ માગવી જરૂરી છે.
બાળકોનો સાથ મેળવો.
પત્નીના ગુસ્સાને શાંત કરવા માટે પહેલતો તેને સમજો અને પછી બાળકો પ્રત્યે વધુ ધ્યાન આપો તેમજ બળકો રમતા હોય ત્યારે તેની હાજરીમાં પત્ની સાથે વાત કરો જેથી બાળકોની સામે તે સંયમીત રીતે તમારી સાથે વાત પણ કરશે.
પત્નીને પૂરતો સમય આપો…
મોટા ભાગના પારિવારોમાં એવું બનતું હોય છે કે પત્ની આખો દિવસ બાળકો અને પરિવારમાથી મુક્ત નથી થતી હોતી અને તમાએ તમારા કામમથી ફ્રી નથી થતાં હોતા તેવા સમયે તમારે તેના માટે ખાસ સમય મેળવી તેની સાથે પસાર કરવો જોઈએ અને બહાર ફરવા જવું જોઈએ.
પત્નીને થોડા સમય માટે અવગણો…
પત્નીજી જ્યારે ગુસ્સામાં હોય તે સમયે તેનાથી દૂર રહો અને તેને અવગણશો તો પણ તેનો ગુસ્સો શાંત થયી જશે. તેવું કરવાથી તેને અહેસાસ થાય છે કે આ રીતે અકારણ ગુસ્સો કરવો યોગ્ય નથી.