વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની રશિયાની મુલાકાતે સોચી પહોંચી ગયા છે. અહીં તેઓએ લંચ બાદ પુતિન સાથે મુલાકાત કરી હતી. આ બંને નેતાઓ વચ્ચે હાલ અનૌપચારિક મીટિંગની શરૂઆત થઇ ગઇ છે.
પીએમ મોદીએ કહ્યું કે, રશિયાએ ભારતને એસસીઓમાં સ્થાયી સભ્યતા અપાવવામાં મદદ કરી અને એક પ્રમુખ ભૂમિકા ભજવી છે. અમે ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (આઇએનએસટીસી) અને બ્રિક્સ પર એક સાથે કામ કરી રહ્યા છીએ.ભારત અને રશિયા લાંબા સમયથી મિત્રો રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સોચીમાં અનૌપચારિક બેઠક માટે આમંત્રિત કરવા માટે હું પ્રેસિડન્ટ પુતિનનો આભાર માનું છું.
Russia played a major role in helping India get a permanent membership in SCO. We are working together on International North-South Transport Corridor (INSTC) and BRICS: PM Narendra Modi in Sochi #Russia pic.twitter.com/WuVbYPkEDy
— ANI (@ANI) May 21, 2018
મોદીએ કહ્યું કે, મારાં રાજકીય જીવનમાં રશિયાનું વિશેષ મહત્વ છે. આજે સવારે વડાપ્રધાન મોદી રશિયાના સોચી શહેર પહોંચ્યા હતા. રશિયા માચે રવાના થતાં પહેલાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની સાથે તેઓની પ્રસ્તાવિત વાતચીતથી ભારત અને રશિયાની વચ્ચે વિશેષ અને વિશેષાધિકારી યુક્ત સ્ટ્રેટેજિક ભાગીદારીને વધુ મજબૂતી મળશે.મોદીએ એકસાથે અનેક ટ્વીટ કરીને કહ્યું કે, પ્રેસિડન્ટ પુતિનની સાથે તેઓની વાતચીત દ્વિપક્ષિય સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com