અફઘાનિસ્તાનમાં સુરક્ષાની પરિસ્થિતિને લઇને દ્વિપક્ષીય મંત્રણા કરવા માટે પ્રતિનિધિ કાબુલોવ ભારત યાત્રાએ આવશે
અફઘાન મામલે રશિયા ભારત સાથે હાથ મિલાવશે અહીં ખાસ ઉલ્લેખનીય છે કે – રશિયન પ્રમુખ વ્લાદીમીન પુતીનના ખાસ પ્રતિનિધિ ઝામાર કાબુલોવ કાબુલ જશે કાબુલને અફઘાનની રાજધાની છે. તેઓ પછી ભારત પણ આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અફઘાનમાં શું શું વાત થઇ તે મુદ્દે વાર્તાલાપ કરશે.
ખાસ નોંધવું ઘટે કે અફઘાનિસ્તાન મામલે અત્યાર સુધી અમેરીકા જ રસ દાખવતું હતું પરંતુ હવે તો અમેરીકા ઉપરાંત રશિયા અને ભારત પણ તેમાં રસ લઇ રહ્યું છે. તેની પાછઇ વૈશ્વિક રાજનીતિના એક થી વધુ સમીકરણો રચાઇ શકે છે.
ભારત સિવાય અફઘાનિસ્તાન મામલે રશિયા ઓલ રેડા અમેરિકા સાથે પણ બેઠક કરી ચુકયું છે. અગાઉ વોશિગ્ટનને અફઘાન મામલે વાતચીત કે દ્વીપક્ષીય મંત્રણા કરવા રશિયાનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. પરંતુ ટ્રમ્પ સરકાર આવ્યા પછી માહોલ બદલાયો છે. વ્હાઇસ હાઉસ વધુ ઉદારવાદી નીતિ અપનાવતું થયું છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનની શાન ઠેકાણે લાવવા, શાંતિ બહાલ કરવા અને જનજીવન વ્યવસ્થિત કરવા માટે અમેરીકી સેના અને વિશ્ર્વ સેના (નાટોના સૈનિકો) કાબુલ અને અન્ય સ્થળે તૈનાત છે.
રશિયાએ તેમના પ્રતિનિધિ કાબુલોવને અફઘાન અને ત્યારબાદ ભારત મોકલવાનો સામેથી પ્રસ્તાવ મોકલ્યો હતો ે નરેન્દ્ર મોદી સરકારે સ્વીકાર્યો હતો. ભારત હવે એક મહાસત્તા બનવાના પંથ પર છે ત્યારે હવે રશિયા અમેરીકા જેવી મહાસત્તાની સાથે હરોળમાં બેસવું જ પડશે તેમાં બે મત નથી.